SAS PORTAL સ્ટેટ કક્ષાની તાલીમ કમ મીટીંગ મા એસ. એ.એસ.

તા: 20/6/20 ના રોજ યોજાયેલ સ્ટેટ કક્ષાની તાલીમ કમ મીટીંગ મા એસ. એ.એસ. મા હવે પછી જે નવા અપડેશન કરવામાં આવશે તે બાબતે ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યું....તથા જરૂરી સુધારા વધારા અંગે સૂચનો કરવામાં આવ્યા.


જેમાં તમામ પ્રકારના પૂરવણી બિલ, તફાવત બિલ તથા ભથ્થા બિલ હવે પછી નવી સૂચના અને સોફટવેર વર્ઝન અપડેટ થયા બાદ ઓનલાઇન ઉધરવાના રહેશે. ( સંભવિત તા: ૧૫ જુલાઈ બાદ)


પગાર બીલ અને અન્ય ચુકવણા કોઈ શિક્ષક ને ખરેખર  મળવાપાત્ર કરતા ઓછા અથવા વધુ નાણાં ઓનલાઇન સિસ્ટમ મા ચૂકવાઈ ન જાય તેની ખાસ કાળજી લેવી જેથી રિકવરી ના બિન જરૂરી પ્રશ્નો ભવિષ્યમાં ઉપસ્થિત ન થાય.


એસ.એ.એસ. હોમ પેજ પર જમણી બાજુ નીચે વર્ઝન નામ ઉપર ક્લિક કરતા કરન્ટ વર્ઝન મા જે સુધારા કરવામાં આવ્યા હશે તે ડિસ્પ્લે થશે.


તાલુકા કક્ષાએ એક કરતા વધારે મંડળી ચાલતી હોય તો તાલુકા લોગીન  પ્રોફાઈલ મા  મડળી નું નામ એડ કરી શકાશે. (કોલમ ન: ૨૩,૨૭,૨૮)


પગાર બીલ હવે તાલુકા કક્ષાએ મંજૂર કરતી વખતે મંજૂર કરતા પહેલા પ્રિવ્યું જોઈ શકાશે.


માસિક પત્રક ઓનલાઇન  ભરવું હવે ફરજીયાત બનાવવામાં આવશે.

No comments:

Post a Comment

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...