નકકી કરજો આ ગુરુ પૂર્ણિમા એ ગુરુ તરફથી શું જોઈએ છે...
શિક્ષકો ને ગમે તેટલું આપો ધરાય જ નહીં...
કેટકેટલું આપવું?
...પ્રવેશોત્સવ જેવો ઉત્સવ
....ગુણોત્સવ જેવો તહેવાર
....જ્ઞાનકુંજ જેવા પ્રોજેક્ટ
....દશમાં અને બારમાં ધોરણ કરતાં એકમ કસોટી માં વધુ સ્કવોર્ડ આપી તમને..
....જે અમીરોને પણ નસીબ નથી થતી તેવી સિકયોરિટી અમે દર સત્રાંત પરીક્ષા માં આપી કે કોઈ બાળક હલી પણ ન શકે..
....યોગ શિબિર અને જીમના ધકકા તમારે ખાવા ન પડે એટલે આખું ફીટ ઈન્ડિયા નું ચુસ્ત ટાઈમ ટેબલ આપ્યું
....તમને લોકડાઊન માં જયારે ચકલાં પણ ફરકતાં ન હતાં ત્યારે બહાર જઈને રાશનની દુકાને બેસી શકો એવી છૂટ આપી...
...કોઈ એન્ટી વાયરસ સોફટવેર કરતાં તમારી પ્રાઈવસી નો વિચાર અમે વધું કર્યો ને એટલે જ કોરોના વોરીયર્સ માં અમે તમારા નામનો ચોથો સિંહ છુપાવીને રાખ્યો કે કયાંક તમારી પ્રોફાઈલ કોઈ હેક ન કરી જાય..
....જે જગ્યાએ રાત્રી રોકાણ માટે ટિકીટ લઈએ છીએ કે જયાં પ્લેટફોર્મટીકિટ પણ ફરજીયાત છે ત્યાં તમે વગર ટિકિટે બેસી શકો એટલે મજુરો ગયાં ત્યારે રાત્રી ની કામગીરી આપી..
...ઘરમાં વડીલો હોય તો છત્ર હોય..તેથી કોઈ ને કોઈ વડીલ સતત તમારી સાથે રાખ્યાં જેથી કયારેય તમારી *રાવ* ન આવે...
...જે કામગીરી અમે બેંક ના ઊચ્ચ અધિકારી ને નથી આપતાં તેવી વસ્તીગણતરી પણ તમને આપી
...જયાં રાજકારણીઓ ને જવાની સખ્ત મનાઇ છે એવા કવોરન્ટાઈન કરેલાં લોકોની 2 વાર અરે 3 વાર વિઝિટ કરવા ની પરવાનગી આપી તમને
...અરે! મોટા મોટા બીઝનેસમેન અને કંપનીના માલિક નથી વાપરતાં એવી માઈક્રોસોફ્ટ ટીમની એપ તમારા માટે ખુલ્લી મુકી દીધી...
...આટલાં ઊપકારો ઓછાં હોય તો યાદ કરો એ દિવસ જયારે ઘરે બેઠાં જ તમને ટ્રેનિંગ ની સગવડ કરી દીધી..
તમે શિક્ષકો સાવ ભૂલકણા હો...!
અરે તમે એકધારી જીંદગી થી કંટાળી ન જાઓ એટલે તમને કલા મહોત્સવ આપ્યો..
...પ્રકૃતિ ની વચ્ચે રહી શકો એટલે પશુ ગણતરી નું કામ આપ્યું...
....અરે માધ્યમિક શાળાનો શિક્ષક ઉચ્ચતર માધ્યમિક માં ભણાવી ન શકે પણ અમે 10 12 ની એકઝામ માં સુપરવિઝન માં અને રૂટ અધિકારી તરીકે તમને મુકીને તમારું માન વધારીએ છીએ...
તમને હવે વધારે કેટલુંક આપીએ... !
...કયારેક પ્રજ્ઞા અભિગમ તો કયારેક કલ્લોલ ને કલરવ સતત ચેન્જ આપીએ છીએ..
...બે સેમેસ્ટર ના અલગ પાઠયપુસ્તકો હજું તો તમે સમજી ન લો ત્યાં જ અચાનક બંને સેમેસ્ટરનુ એક જ પુસ્તક બનાવીને તમને સરપ્રાઈઝ..સુખદ આશ્ચર્ય આપતાં રહીએ છીએ..
... તમે બિમાર હો તો વધીને કોનાં ફોન આવે નજીકના સંબંધીઓ ના? અમે તો તમને જાણતાં ઓળખતાં નથી છતા સીધાં કમાન્ડ એન્ડ કંટ્રોલ માંથી ફોન કરીને તમારા ખબર અંતર પૂછીએ છીએ..
હવે કેટલું જોઈએ તમારે..?..?
શિક્ષકો: બહું માગ્યું.. બહુ માગ્યું.. તમારા ઊપકારો ઘણાં.. હવે અણહકની એક પણ કામગીરી ન માગું... હવે બીજાંને અ બધી કામગીરી નો ખજાનો સોપુ છું.. મને હવે મોહ માયામાંથી મુક્ત થવું છે... ઉત્સવો અને તહેવારો પર બીજાનો પણ સમાન અધિકાર છે... અત્યાર સુધી અમે જ પ્રવાસી બનીને પ્રવાસનો આનંદ માણતાં રહ્યા પણ હવે સમજાયું કે બધાં વ્યવસાયકારો ને ચેન્જ મળવો જોઈએ.. અમારી વિવિઘ કામગીરી ની મિલ્કત તમે હવે બધાં માં વહેંચી દો.... બસ હવે મારું એક જ લક્ષ્ય છે મને પ્રાયશ્ચિત કરવું છે...
તમે બધાને 4200 નો જાપ મંત્ર આપ્યો છે અમને પણ એ ચમત્કારીક મંત્ર આપો..
અમે આખી જીંદગી એ મંત્ર યાદ રાખીશું... 4200 નો એક જ મંત્ર આપી દયો... 2800 નો કયારેય નહીં માંગું..
આજે ગુરુ પૂર્ણિમા એ મને પાછો ગુરુ નો હોદ્દો પ્રાપ્ત કરવો છે...
હું સાધના કરવા બેસું છું..
4200ગ્રેડ પે
4200ગ્રેડ પે
4200 ગ્રેડ પે
.....................................
આ તો માત્ર લેખ છે.. બાકી અમે શિક્ષકો સંસ્કૃત માં ગુરુ કહેવાઈએ છીએ.. ગુરુ
કયારેય ભીક્ષા ન માંગે પણ ગુરુ દક્ષિણા લે...
અમે 4200 માત્ર ગ્રેડ કે રૂપિયા ના અર્થ માં નથી જોતાં.. એને ન્યાય ની દ્રષ્ટિ એ જોઈએ છે... સમાન કામ ને સમાન વેતન નો નિયમ એકસમાન રીતે લાગું પડતો હોય તો અમને 2800 થી એટલો ફર્ક ન પડત પણ આ 2009- 2010 વચ્ચેની જે ભેદ રેખા છે તેમાં અમને અર્જુન અને એકલવ્ય દેખાય છે... અમારો અંગુઠો કાપી લેશો તો અમારી કાર્યનિષ્ઠા માં બસ આ અંગુઠો વચ્ચે આવશે.. ચોક ને મોબાઈલ ની સ્ક્રીન.. કમ્પ્યુટર ને પેન.. પેન્સિલ અને રબર.. આ બધું અંગુઠા સાથે અને અંગુઠા વિના ઊપાડજો એ બે વચ્ચે જે ફર્ક આવશે એટલો 2800 અને 4200 વચ્ચે કામગીરીમાં આવશે..
હજુ ભૂલ કરો છો જો એમ માનતાં હોય કે આંકડા સાથે નિસ્બત છે...! આવો વિચાર મનમાં આવે તો બેંકમાં જજો...
જયાં તમારી લાખોની રકમ પડી છે એ તમને પેન પણ નહીં આપે.. અને પુછજો એક વિદ્યાર્થી ને પેન વિના આવે ત્યારે શિક્ષક શું કરે છે?
કોઈ પોસ્ટ ઓફિસમાં જજો.. અધુરા સરનામાં વાળો કાગળ કયારેય કયાંય નહીં પહોચે .. અને કોઈ વિદ્યાર્થી ને પુછજો કે અઠવાડિયું નહીં આવે તો શિક્ષક સામેથી એના સરનામે જશે..
આધાર કાર્ડ માં સુધારો કરવા ઓફિસમાં જજો.. સમય રિશેષ નો હશે તો કોણ ઊભું થયું એ કહેજો અને કોઈ શાળા માં રીશેષમાં જતાં વાલીને પુછજો... કેવો જવાબ મળે છે એ જોઈ આવજો..
કોઈ પણ ઓફિસમાં કે કચેરીએ અવલોકન કરવાની છૂટ .. તમારાં ફોર્મ કે માહિતી માં કેટલી ભુલ એ સ્વીકારશે કે ત્યાં બેઠેલો અધિકારી કેટલી વાર એનો મગજ નથી ગુમાવતો...?
અને અવલોકન કરજો એક શાળાનું કે દરેક દિવસે એક જ વિદ્યાર્થી ની કેટલીયે ભૂલો વાળી નોટબુકમાં ફરીથી કક્કો ઘુટાવતા એ શિક્ષકો નું કે જે આવી જ શાંતિ થી આવનારાં અનેક દિવસો પછી પણ આ જ કક્કો એ જ વિદ્યાર્થી ની બુકમાંપ્રેમથી લખી આપતો હશે..
હજું ભુલ કરો છો જો એમ વિચારો છો કે અમે નોકરી ની સલામતી માટે કે દબાણ થી આ બધું કરીએ છીએ...
300 સંખ્યા હોય કે 30.. ઑ.પી થવાની હોય કે 58 વર્ષ સુધી સલામત હોઈએ.. કોઈ કાંઈ ન બગાડી શકે તેવો પૈસો હોય કે લાગવગ છતાં કામ કરતાં એક નહીં આખી નાત બતાવીશું શિક્ષકોની... અમે કદાચ મજબુરીથી કાગળ કામ કરતાં હશું પણ બાળકોને ઘરે મજબુરીથી નથી જતાં... કેરી ની ઋતુ હોય કે ચીકી ખાવાની સીઝન.. અમારાં બાળકો ને અમારી વચ્ચે 4200.. 5000.. 19000... એવું કાંઈ આવતું જ નથી...
સવાલ ન્યાય નો છે...
અમે સમાનતાનો અધિકાર રોજ આપીએ છીએ..
કક્કો નબળો હોય એને કબડ્ડી શીખવીએ ને કબડ્ડી માં ગબડી પડે તો કેરમ શીખવીએ.. કેરમ ન રમી શકે તો આપીએ ગાવા કોઈ ગીત.. ગીત ના સુર ન જીલે તો નૃત્યમાં કરીએ આગળ.. નૃત્ય ન જાણે તો કસરતમાં કરીએ આગળ ને કયાંય ન દેખાય જો વિદ્યાર્થીઓ ને રાહ તો અમે આંગળી તો એની ન જ છોડીએ...
... તમે કદાચ ગુરુ પૂર્ણિમા ના દિવસે હક નું આપી શકવા જેટલી ઊદારતા ન બતાવી શકો પણ અમે અમારો હક શું છે એનું ભાન કરાવવા જેટલી ખુમારી તો અમારામાં છે જ.... રહેશે જ...
કારણકે
શિક્ષક કભી સાધારણ નહીં હોતા....
પ્રલય ઓર નિર્માણ ઊસકી ગોદમે પલતે હૈ...
નકકી કરજો આ ગુરુ પૂર્ણિમા એ ગુરુ તરફથી શું જોઈએ છે...
નિર્માણ કે.....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 દરેક શિક્ષક ના દરેક પ્રશ્નો વતી....
ગુજરાત રાજ્યના તમામ શિક્ષક ભાઈ બહેનો તથા એચ.ટાટ મિત્રો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા આજરોજ તારીખ 5 7 2020 ના રોજ 2ઝોનમાં મળી
ગુજરાત રાજ્યના તમામ શિક્ષક ભાઈ બહેનો તથા એચ.ટાટ મિત્રો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા આજરોજ તારીખ 5 7 2020 ના રોજ 2ઝોનમાં મળી...
👉આ સંકલન સભામાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતા પ્રશ્નો ની ગહન ચર્ચા કરવામાં આવી. અને તેના ઝડપથી ઉકેલ આવે તે માટે આગામી સમયનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો...
👉 વર્ષ ૨૦૧૦ પછીની ભરતીવાળા પ્રાથમિક શિક્ષકોને 4200 પે.ગ્રેડ ઝડપથી મળે તે માટે
👉.સી.સી.સી.ની મુદત ડિસેમ્બર ૨૦૨૦ સુધી માંગણી બાબતે
👉એચ.ટાટા ના આર.આર. પગાર ધોરણ બાબત અને તેમના આર.આર.બાબત.
👉 9... 20 .અને.31 ...ના ઉત્તર પગારધોરણ બાબતે.
👉હોમ લર્નિંગ અને એકમ કસોટી બાબતે
ગહન ચર્ચા વિચારણાના અંતે આગામી ગુજરાત સરકાર ઝડપથી આ પ્રશ્નનો ઉકેલ ,લાવે .સમાધાન થાય તે માટે..આયોજન કરવામાં આવ્યું.
👉...જો. આ પ્રશ્નો નો ઉકેલ ના આવે તો આગામી સમય માં જલદ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા ..
👉 મિત્રો ખરેખર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આપ સૌની હર હંમેશ ચિંતા કરી આપના પ્રશ્નો. નો ઝડપી ઉકેલવાની દિશામાં કાર્ય કરી રહેલ છે ..
👉ખરેખર જો પ્રશ્નોનોઝડપી ઉકેલ લાવવો જ હોય અને આવશે તો તે ફક્ત ને ફક્ત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના માધ્યમથી જ આવશે... જેની આપ સૌને નમ્ર વિનંતી છે.. 👉ભૂતકાળમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા એની સરકારે નોંધ લઇને સમિતિની રચના કરેલી છે. આ સમિતિનો અહેવાલ ટૂંક સમયમાં સરકારશ્રીને ચર્ચા વિચારણા બાદ સોંપવામાં આવશે એ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની દેન છે. 👉અન્ય લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ ને લઇ તે પ્રચાર અને પ્રસાર કરે છે... તે ફક્ત અને ફક્ત શોભાના ગાંઠિયા સમાન જ છે...🙏🙏🙏
MS TEAMS | માઈક્રોસોફ્ટ ટીમ્સ એપ્લિકેશન માં એક કરતાં વધુ યુઝર એડ કરવા માટે ની સમજ.
MS TEAMS | માઈક્રોસોફ્ટ ટીમ્સ એપ્લિકેશન માં એક કરતાં વધુ યુઝર એડ કરવા માટે ની સમજ.
Subscribe to:
Posts (Atom)
Featured post
4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત
4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...

-
https://documentcloud.adobe.com/link/track?uri=urn%3Aaaid%3Ascds%3AUS%3A4ad011d2-0993-429d-8085-f86225bda18a
-
સામાન્ય વારસદાર નિયુક્તિ ફોર્મે. સામાન્ય વારસદાર નિયુક્તિ ફોર્મે. સામાન્ય વારસદાર નિયુક્તિ ફોર્મે...
-
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાં મદદનીશ શિક્ષકો/શિક્ષણ સહાયકો ની બદલી કરવા અંગે નો શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર નો પરિપત્ર. ...