નકકી કરજો આ ગુરુ પૂર્ણિમા એ ગુરુ તરફથી શું જોઈએ છે...
શિક્ષકો ને ગમે તેટલું આપો ધરાય જ નહીં...
કેટકેટલું આપવું?
...પ્રવેશોત્સવ જેવો ઉત્સવ
....ગુણોત્સવ જેવો તહેવાર
....જ્ઞાનકુંજ જેવા પ્રોજેક્ટ
....દશમાં અને બારમાં ધોરણ કરતાં એકમ કસોટી માં વધુ સ્કવોર્ડ આપી તમને..
....જે અમીરોને પણ નસીબ નથી થતી તેવી સિકયોરિટી અમે દર સત્રાંત પરીક્ષા માં આપી કે કોઈ બાળક હલી પણ ન શકે..
....યોગ શિબિર અને જીમના ધકકા તમારે ખાવા ન પડે એટલે આખું ફીટ ઈન્ડિયા નું ચુસ્ત ટાઈમ ટેબલ આપ્યું
....તમને લોકડાઊન માં જયારે ચકલાં પણ ફરકતાં ન હતાં ત્યારે બહાર જઈને રાશનની દુકાને બેસી શકો એવી છૂટ આપી...
...કોઈ એન્ટી વાયરસ સોફટવેર કરતાં તમારી પ્રાઈવસી નો વિચાર અમે વધું કર્યો ને એટલે જ કોરોના વોરીયર્સ માં અમે તમારા નામનો ચોથો સિંહ છુપાવીને રાખ્યો કે કયાંક તમારી પ્રોફાઈલ કોઈ હેક ન કરી જાય..
....જે જગ્યાએ રાત્રી રોકાણ માટે ટિકીટ લઈએ છીએ કે જયાં પ્લેટફોર્મટીકિટ પણ ફરજીયાત છે ત્યાં તમે વગર ટિકિટે બેસી શકો એટલે મજુરો ગયાં ત્યારે રાત્રી ની કામગીરી આપી..
...ઘરમાં વડીલો હોય તો છત્ર હોય..તેથી કોઈ ને કોઈ વડીલ સતત તમારી સાથે રાખ્યાં જેથી કયારેય તમારી *રાવ* ન આવે...
...જે કામગીરી અમે બેંક ના ઊચ્ચ અધિકારી ને નથી આપતાં તેવી વસ્તીગણતરી પણ તમને આપી
...જયાં રાજકારણીઓ ને જવાની સખ્ત મનાઇ છે એવા કવોરન્ટાઈન કરેલાં લોકોની 2 વાર અરે 3 વાર વિઝિટ કરવા ની પરવાનગી આપી તમને
...અરે! મોટા મોટા બીઝનેસમેન અને કંપનીના માલિક નથી વાપરતાં એવી માઈક્રોસોફ્ટ ટીમની એપ તમારા માટે ખુલ્લી મુકી દીધી...
...આટલાં ઊપકારો ઓછાં હોય તો યાદ કરો એ દિવસ જયારે ઘરે બેઠાં જ તમને ટ્રેનિંગ ની સગવડ કરી દીધી..
તમે શિક્ષકો સાવ ભૂલકણા હો...!
અરે તમે એકધારી જીંદગી થી કંટાળી ન જાઓ એટલે તમને કલા મહોત્સવ આપ્યો..
...પ્રકૃતિ ની વચ્ચે રહી શકો એટલે પશુ ગણતરી નું કામ આપ્યું...
....અરે માધ્યમિક શાળાનો શિક્ષક ઉચ્ચતર માધ્યમિક માં ભણાવી ન શકે પણ અમે 10 12 ની એકઝામ માં સુપરવિઝન માં અને રૂટ અધિકારી તરીકે તમને મુકીને તમારું માન વધારીએ છીએ...
તમને હવે વધારે કેટલુંક આપીએ... !
...કયારેક પ્રજ્ઞા અભિગમ તો કયારેક કલ્લોલ ને કલરવ સતત ચેન્જ આપીએ છીએ..
...બે સેમેસ્ટર ના અલગ પાઠયપુસ્તકો હજું તો તમે સમજી ન લો ત્યાં જ અચાનક બંને સેમેસ્ટરનુ એક જ પુસ્તક બનાવીને તમને સરપ્રાઈઝ..સુખદ આશ્ચર્ય આપતાં રહીએ છીએ..
... તમે બિમાર હો તો વધીને કોનાં ફોન આવે નજીકના સંબંધીઓ ના? અમે તો તમને જાણતાં ઓળખતાં નથી છતા સીધાં કમાન્ડ એન્ડ કંટ્રોલ માંથી ફોન કરીને તમારા ખબર અંતર પૂછીએ છીએ..
હવે કેટલું જોઈએ તમારે..?..?
શિક્ષકો: બહું માગ્યું.. બહુ માગ્યું.. તમારા ઊપકારો ઘણાં.. હવે અણહકની એક પણ કામગીરી ન માગું... હવે બીજાંને અ બધી કામગીરી નો ખજાનો સોપુ છું.. મને હવે મોહ માયામાંથી મુક્ત થવું છે... ઉત્સવો અને તહેવારો પર બીજાનો પણ સમાન અધિકાર છે... અત્યાર સુધી અમે જ પ્રવાસી બનીને પ્રવાસનો આનંદ માણતાં રહ્યા પણ હવે સમજાયું કે બધાં વ્યવસાયકારો ને ચેન્જ મળવો જોઈએ.. અમારી વિવિઘ કામગીરી ની મિલ્કત તમે હવે બધાં માં વહેંચી દો.... બસ હવે મારું એક જ લક્ષ્ય છે મને પ્રાયશ્ચિત કરવું છે...
તમે બધાને 4200 નો જાપ મંત્ર આપ્યો છે અમને પણ એ ચમત્કારીક મંત્ર આપો..
અમે આખી જીંદગી એ મંત્ર યાદ રાખીશું... 4200 નો એક જ મંત્ર આપી દયો... 2800 નો કયારેય નહીં માંગું..
આજે ગુરુ પૂર્ણિમા એ મને પાછો ગુરુ નો હોદ્દો પ્રાપ્ત કરવો છે...
હું સાધના કરવા બેસું છું..
4200ગ્રેડ પે
4200ગ્રેડ પે
4200 ગ્રેડ પે
.....................................
આ તો માત્ર લેખ છે.. બાકી અમે શિક્ષકો સંસ્કૃત માં ગુરુ કહેવાઈએ છીએ.. ગુરુ
કયારેય ભીક્ષા ન માંગે પણ ગુરુ દક્ષિણા લે...
અમે 4200 માત્ર ગ્રેડ કે રૂપિયા ના અર્થ માં નથી જોતાં.. એને ન્યાય ની દ્રષ્ટિ એ જોઈએ છે... સમાન કામ ને સમાન વેતન નો નિયમ એકસમાન રીતે લાગું પડતો હોય તો અમને 2800 થી એટલો ફર્ક ન પડત પણ આ 2009- 2010 વચ્ચેની જે ભેદ રેખા છે તેમાં અમને અર્જુન અને એકલવ્ય દેખાય છે... અમારો અંગુઠો કાપી લેશો તો અમારી કાર્યનિષ્ઠા માં બસ આ અંગુઠો વચ્ચે આવશે.. ચોક ને મોબાઈલ ની સ્ક્રીન.. કમ્પ્યુટર ને પેન.. પેન્સિલ અને રબર.. આ બધું અંગુઠા સાથે અને અંગુઠા વિના ઊપાડજો એ બે વચ્ચે જે ફર્ક આવશે એટલો 2800 અને 4200 વચ્ચે કામગીરીમાં આવશે..
હજુ ભૂલ કરો છો જો એમ માનતાં હોય કે આંકડા સાથે નિસ્બત છે...! આવો વિચાર મનમાં આવે તો બેંકમાં જજો...
જયાં તમારી લાખોની રકમ પડી છે એ તમને પેન પણ નહીં આપે.. અને પુછજો એક વિદ્યાર્થી ને પેન વિના આવે ત્યારે શિક્ષક શું કરે છે?
કોઈ પોસ્ટ ઓફિસમાં જજો.. અધુરા સરનામાં વાળો કાગળ કયારેય કયાંય નહીં પહોચે .. અને કોઈ વિદ્યાર્થી ને પુછજો કે અઠવાડિયું નહીં આવે તો શિક્ષક સામેથી એના સરનામે જશે..
આધાર કાર્ડ માં સુધારો કરવા ઓફિસમાં જજો.. સમય રિશેષ નો હશે તો કોણ ઊભું થયું એ કહેજો અને કોઈ શાળા માં રીશેષમાં જતાં વાલીને પુછજો... કેવો જવાબ મળે છે એ જોઈ આવજો..
કોઈ પણ ઓફિસમાં કે કચેરીએ અવલોકન કરવાની છૂટ .. તમારાં ફોર્મ કે માહિતી માં કેટલી ભુલ એ સ્વીકારશે કે ત્યાં બેઠેલો અધિકારી કેટલી વાર એનો મગજ નથી ગુમાવતો...?
અને અવલોકન કરજો એક શાળાનું કે દરેક દિવસે એક જ વિદ્યાર્થી ની કેટલીયે ભૂલો વાળી નોટબુકમાં ફરીથી કક્કો ઘુટાવતા એ શિક્ષકો નું કે જે આવી જ શાંતિ થી આવનારાં અનેક દિવસો પછી પણ આ જ કક્કો એ જ વિદ્યાર્થી ની બુકમાંપ્રેમથી લખી આપતો હશે..
હજું ભુલ કરો છો જો એમ વિચારો છો કે અમે નોકરી ની સલામતી માટે કે દબાણ થી આ બધું કરીએ છીએ...
300 સંખ્યા હોય કે 30.. ઑ.પી થવાની હોય કે 58 વર્ષ સુધી સલામત હોઈએ.. કોઈ કાંઈ ન બગાડી શકે તેવો પૈસો હોય કે લાગવગ છતાં કામ કરતાં એક નહીં આખી નાત બતાવીશું શિક્ષકોની... અમે કદાચ મજબુરીથી કાગળ કામ કરતાં હશું પણ બાળકોને ઘરે મજબુરીથી નથી જતાં... કેરી ની ઋતુ હોય કે ચીકી ખાવાની સીઝન.. અમારાં બાળકો ને અમારી વચ્ચે 4200.. 5000.. 19000... એવું કાંઈ આવતું જ નથી...
સવાલ ન્યાય નો છે...
અમે સમાનતાનો અધિકાર રોજ આપીએ છીએ..
કક્કો નબળો હોય એને કબડ્ડી શીખવીએ ને કબડ્ડી માં ગબડી પડે તો કેરમ શીખવીએ.. કેરમ ન રમી શકે તો આપીએ ગાવા કોઈ ગીત.. ગીત ના સુર ન જીલે તો નૃત્યમાં કરીએ આગળ.. નૃત્ય ન જાણે તો કસરતમાં કરીએ આગળ ને કયાંય ન દેખાય જો વિદ્યાર્થીઓ ને રાહ તો અમે આંગળી તો એની ન જ છોડીએ...
... તમે કદાચ ગુરુ પૂર્ણિમા ના દિવસે હક નું આપી શકવા જેટલી ઊદારતા ન બતાવી શકો પણ અમે અમારો હક શું છે એનું ભાન કરાવવા જેટલી ખુમારી તો અમારામાં છે જ.... રહેશે જ...
કારણકે
શિક્ષક કભી સાધારણ નહીં હોતા....
પ્રલય ઓર નિર્માણ ઊસકી ગોદમે પલતે હૈ...
નકકી કરજો આ ગુરુ પૂર્ણિમા એ ગુરુ તરફથી શું જોઈએ છે...
નિર્માણ કે.....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 દરેક શિક્ષક ના દરેક પ્રશ્નો વતી....
ગુજરાત રાજ્યના તમામ શિક્ષક ભાઈ બહેનો તથા એચ.ટાટ મિત્રો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા આજરોજ તારીખ 5 7 2020 ના રોજ 2ઝોનમાં મળી
ગુજરાત રાજ્યના તમામ શિક્ષક ભાઈ બહેનો તથા એચ.ટાટ મિત્રો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા આજરોજ તારીખ 5 7 2020 ના રોજ 2ઝોનમાં મળી...
👉આ સંકલન સભામાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતા પ્રશ્નો ની ગહન ચર્ચા કરવામાં આવી. અને તેના ઝડપથી ઉકેલ આવે તે માટે આગામી સમયનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો...
👉 વર્ષ ૨૦૧૦ પછીની ભરતીવાળા પ્રાથમિક શિક્ષકોને 4200 પે.ગ્રેડ ઝડપથી મળે તે માટે
👉.સી.સી.સી.ની મુદત ડિસેમ્બર ૨૦૨૦ સુધી માંગણી બાબતે
👉એચ.ટાટા ના આર.આર. પગાર ધોરણ બાબત અને તેમના આર.આર.બાબત.
👉 9... 20 .અને.31 ...ના ઉત્તર પગારધોરણ બાબતે.
👉હોમ લર્નિંગ અને એકમ કસોટી બાબતે
ગહન ચર્ચા વિચારણાના અંતે આગામી ગુજરાત સરકાર ઝડપથી આ પ્રશ્નનો ઉકેલ ,લાવે .સમાધાન થાય તે માટે..આયોજન કરવામાં આવ્યું.
👉...જો. આ પ્રશ્નો નો ઉકેલ ના આવે તો આગામી સમય માં જલદ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા ..
👉 મિત્રો ખરેખર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આપ સૌની હર હંમેશ ચિંતા કરી આપના પ્રશ્નો. નો ઝડપી ઉકેલવાની દિશામાં કાર્ય કરી રહેલ છે ..
👉ખરેખર જો પ્રશ્નોનોઝડપી ઉકેલ લાવવો જ હોય અને આવશે તો તે ફક્ત ને ફક્ત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના માધ્યમથી જ આવશે... જેની આપ સૌને નમ્ર વિનંતી છે.. 👉ભૂતકાળમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા એની સરકારે નોંધ લઇને સમિતિની રચના કરેલી છે. આ સમિતિનો અહેવાલ ટૂંક સમયમાં સરકારશ્રીને ચર્ચા વિચારણા બાદ સોંપવામાં આવશે એ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની દેન છે. 👉અન્ય લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ ને લઇ તે પ્રચાર અને પ્રસાર કરે છે... તે ફક્ત અને ફક્ત શોભાના ગાંઠિયા સમાન જ છે...🙏🙏🙏
MS TEAMS | માઈક્રોસોફ્ટ ટીમ્સ એપ્લિકેશન માં એક કરતાં વધુ યુઝર એડ કરવા માટે ની સમજ.
MS TEAMS | માઈક્રોસોફ્ટ ટીમ્સ એપ્લિકેશન માં એક કરતાં વધુ યુઝર એડ કરવા માટે ની સમજ.
SAS માં વ્યક્તિગત લોગિન કરતા દરખાસ્ત માં કુલ ૨૬ વિભાગ સાથેના જે તે શિક્ષકના વ્યક્તિગત તમામ ફોર્મ ની પ્રિંટ કાઢી શકશો.
SAS માં વ્યક્તિગત લોગિન કરતા દરખાસ્ત માં કુલ ૨૬ વિભાગ સાથેના જે તે શિક્ષકના વ્યક્તિગત તમામ ફોર્મ ની પ્રિંટ કાઢી શકશો જે આ મુજબ છે.
1 મકાન પેશગી ફોર્મ
2 લીંક ઇન્સ્યોરન્સ ફોર્મ
3 ઉચ્ચ અભ્યાસ માટે NOC ફોર્મ
4 પાસપોર્ટ માટે NOC ફોર્મ
5 CPF ખાતું ખોલાવવા માટેનું ફોર્મ
6 ૯,૨૦,૩૧ રીવાઈઝ ઉચ્ચતર પગાર ધોરણ દરખાસ્ત
7 ૯,૨૦,૩૧ પગાર ધોરણ દરખાસ્ત
8 વધમાં માંગણીથી બદલીની અરજી
9 GPF જિલ્લા ફેરબદલ ફોર્મ
10 GPF આખરી ઉપાડનું ફોર્મ
11 વારસદાર દ્રારા GPF આખરી ઉપાડનું ફોર્મ
12 GPF ખાતું ખોલાવવા માટેનું ફોર્મ
13 GPF પાર્ટ ફાઈનલ ઉપાડ ફોર્મ
14 ચાલું નોકરીએ અવસાન પામેલ પ્રાથમિક શિક્ષકોના આશ્રીત કુટુંબને ઉચ્ચક નાણાંકીય સહાય ચૂકવવા માટેની મંજુરી મેળવવા અંગેનું ચેકલીસ્ટ
15 જીલ્લા ફેરબદલી માટેનું અરજી ફોર્મ
16 વિકલ્પ અરજી પત્રક
17 વિધાસહાયકને પ્રા.શિક્ષકના નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવા
18 એલ.ટી.સી.દરખાસ્ત ફોર્મ
19 પ્રસુતિ રજા પર જવાનું ફોર્મ
20 પ્રસુતિ રજા મંજુર દરખાસ્ત ફોર્મ
21 ૯-૨૦-૩૧ ઉચ્ચતર પગાર ધોરણ મંજુરી ની દરખાસ્ત
22 સ્વૈચ્છિક નિવૃત્તિ નું દરખાસ્ત ફોર્મ
23 પેન્સન કેશ
24 સળંગ સેવા ગણવા બાબતની દરખાસત
25 સાતમાં પગાર પંચ મુજબ ૯-૨૦-૩૧ ઉચ્ચતર પગાર ધોરણ મંજુરી ની દરખાસ્ત
26 વધમાં/મૂળ શાળા માંગણીથી બદલીની અરજી (તા. ૨૦-૧૨-૨૦૧૯)
દિગ્વિજયસિંહ જાડેજા નું અષાઢી બીજ નાં આજરોજ શિક્ષકો ને ૪૨૦૦ ગ્રેડ પે, સળંગ નોકરી ગણવા બાબત, બદલી કેમ્પો બાબત માટેનું આજરોજ નું સંબોધન
દિગ્વિજયસિંહ જાડેજા નું અષાઢી બીજ નાં આજરોજ શિક્ષકો ને ૪૨૦૦ ગ્રેડ પે, સળંગ નોકરી ગણવા બાબત, બદલી કેમ્પો બાબત માટેનું આજરોજ નું સંબોધન.
દિગ્વિજયસિંહ જાડેજા નું અષાઢી બીજ નાં આજરોજ શિક્ષકો ને ૪૨૦૦ ગ્રેડ પે, સળંગ નોકરી ગણવા બાબત, બદલી કેમ્પો બાબત માટેનું આજરોજ નું સંબોધન.
LIVE રથયાત્રા દર્શન
🎈 ઘેરબેઠા નિહાળો જગન્નાથ પુરી રથયાત્રા
🔴LIVE તમારા મોબાઈલ પર LIVE રથયાત્રા દર્શન
💫 દેશભરની તમામ રથયાત્રા ના દર્શન માત્ર એક ક્લીકમાં
↪ https://bit.ly/2Ys6P30
🎉 જય જગન્નાથ જય ઠાકર આભાર 🙏
SAS PORTAL સ્ટેટ કક્ષાની તાલીમ કમ મીટીંગ મા એસ. એ.એસ.
તા: 20/6/20 ના રોજ યોજાયેલ સ્ટેટ કક્ષાની તાલીમ કમ મીટીંગ મા એસ. એ.એસ. મા હવે પછી જે નવા અપડેશન કરવામાં આવશે તે બાબતે ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યું....તથા જરૂરી સુધારા વધારા અંગે સૂચનો કરવામાં આવ્યા.
જેમાં તમામ પ્રકારના પૂરવણી બિલ, તફાવત બિલ તથા ભથ્થા બિલ હવે પછી નવી સૂચના અને સોફટવેર વર્ઝન અપડેટ થયા બાદ ઓનલાઇન ઉધરવાના રહેશે. ( સંભવિત તા: ૧૫ જુલાઈ બાદ)
પગાર બીલ અને અન્ય ચુકવણા કોઈ શિક્ષક ને ખરેખર મળવાપાત્ર કરતા ઓછા અથવા વધુ નાણાં ઓનલાઇન સિસ્ટમ મા ચૂકવાઈ ન જાય તેની ખાસ કાળજી લેવી જેથી રિકવરી ના બિન જરૂરી પ્રશ્નો ભવિષ્યમાં ઉપસ્થિત ન થાય.
એસ.એ.એસ. હોમ પેજ પર જમણી બાજુ નીચે વર્ઝન નામ ઉપર ક્લિક કરતા કરન્ટ વર્ઝન મા જે સુધારા કરવામાં આવ્યા હશે તે ડિસ્પ્લે થશે.
તાલુકા કક્ષાએ એક કરતા વધારે મંડળી ચાલતી હોય તો તાલુકા લોગીન પ્રોફાઈલ મા મડળી નું નામ એડ કરી શકાશે. (કોલમ ન: ૨૩,૨૭,૨૮)
પગાર બીલ હવે તાલુકા કક્ષાએ મંજૂર કરતી વખતે મંજૂર કરતા પહેલા પ્રિવ્યું જોઈ શકાશે.
માસિક પત્રક ઓનલાઇન ભરવું હવે ફરજીયાત બનાવવામાં આવશે.
ધોરણ ૬ થી ૮ ગણિત ઓનલાઈન હોમ લર્નિંગ માટે ખુબજ ઉપયોગી વિડીયો ક્લીપ.
ધોરણ ૬ થી ૮ ગણિત ઓનલાઈન હોમ લર્નિંગ માટે ખુબજ ઉપયોગી વિડીયો ક્લીપ.
VIDEO CREDITS BY DHIRSINH PARMAR
MATHEMATICS - SCIENCE TEACHER
DAHEDA PRIMARY SCHOOL
TA.KHAMBHAT
DIST. ANAND.
#THANKS DHIRSINH PARMAR SIR.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ધોરણ ૬ થી ૮ ગણિત ઓનલાઈન હોમ લર્નિંગ માટે ખુબજ ઉપયોગી વિડીયો ક્લીપ.
પ્રવાસ માટે અગત્યનો પરિપત્ર તારીખ- 22/6/2020
પ્રવાસ માટે અગત્યનો પરિપત્ર તારીખ- 22/6/2020
👉 મેડીકલ રીએમ્બર્સમેન્ટ, ઉચ્ચક સહાય, રાજ્ય બહાર પ્રવાસ વગેરે માટે ફાઈલ કેમ તૈયાર કરવી ?
👉 એ ફાઈલમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઇએ ?
👉 નિયત નમૂનાઓ જેમ કે સોગંદનામું અને તેને લગતા તમામ ઠરાવ વગેરે આ બાબતનો મહત્વપૂર્ણ પરિપત્ર
👉 SAS વેબસાઈટમાંથી પ્રિન્ટ કરવી.
👉 https://bit.ly/2Yp6ptS
BRC/ URC CRC ONLINE APPLICATION FROM START NOW
🔥BRC/ URC CRC ONLINE APPLICATION FROM START NOW🔥
ONLINE APPLICATION START..DATE.22.06.2020
Application Last date.04.7.2020
🔥EXAM DATE......08.2020 પરીક્ષા ઓગસ્ટ માં લેવામાં આવશે.🔥
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
(DIRECT LINK)
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://ssarms.gipl.in/
કાશ... આ સમય ફરીથી પાછો આવે.
સાચે જ ધોરણ પાંચ સુધી સ્લેટ પટ્ટી ચાટવાની કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે.
અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક એ પણ લાગતી હતી કે સ્લેટ ચાટવાથી કદાચ વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય...
અને ભણવાનો તણાવ તો પેન્સિલના પાછલો હિસ્સો ચાવી ચાવીને તણાવમુક્ત થઈ જતા હતા..
અને હા... ચોપડીઓના વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ અને મોરના પીંછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી..
અને કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા એ અમારું આગવું કૌશલ હતું અને ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુંનર મનાતું હતું.
અને જ્યારે જ્યારે નવા ધોરણમાં આવતા ત્યારે ચોપડીઓ ઉપર પૂંઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો .
અને માતા-પિતાને અમારા તો ભણતરની કોઈ ફિકર કે ચિંતા જ નહોતી પરંતુ અમારું ભણતર એ તેમના ઉપર એક આર્થિક તણાવ ઉભો કરવાવાળો બોજ હતો.
વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતાના પાવન પગલાં ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા.
અને અમારા દોસ્તો પણ કેવા મજાના હતા. જ્યારે સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા ઉપર અને બીજાને કેરિયર પર બેસાડતા બેસાડતા અને કેટલી મંઝિલો ખેડી હશે એ અમને યાદ નથી પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિપટલ પર છે.
એ જમાનામાં નવા નવા ટેલિવિઝન આવ્યા હતા, કોઈ કોઈના ઘરે ટેલિવિઝન હતા.... જોવા જઈએ તો ક્યારેક ક્યારેક અમને કાઢી મૂકવામાં પણ આવતા છતાં અમને કોઈ અપમાન જેવું લાગતું ન હતું અને પાછા બીજા દિવસે ત્યાં જઈને ગોઠવાઈ જતા.
નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારેય શરમ સંકોચ અનુભવ્યો નથી કારણ કે તે વખતે ક્યારે અમારો ઇગો હટ નહોતો થતો. કારણ કે અમને ખબર જ નહોતી કે ઇગો કઈ બલાનું નામ છે.?
માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો.
અને મારવાવાળો અને માર ખાવાવાળો બંને ખુશ થતા હતા કારણ કે.... એક ને એમ હતું કે ઓછો માર ખાધો અને બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો આમ બંને ખુશ.
અમે ક્યારે અમારા મમ્મી પપ્પાને એવું ન બતાવી શક્યા કે અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ કારણ કે અમને આઇ લવ યુ બોલતા જ નહોતું આવડતું.
આજે અમે દુનિયાના ઉતાર-ચઢાવ નીચે દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ. કોઈ મિત્રોને પોતાની મંઝીલ મળી ગઈ છે. તો કોઈ મિત્રો મંઝિલ શોધતા-શોધતા આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી.
એ સત્ય છે કે અમો દુનિયાના કોઈ પણ છેડે હોઈએ પરંતુ અમોને સચ્ચાઈ અને હકીકતોએ પાલ્યા હતા. અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા.
સબંધો સાચવવાની ઔપચારિકતા બાબતમાં અમે સદાય મૂર્ખ જ રહી ગયા.
અમો પોતપોતાના ભાગ્ય સાથે આજે જે પણ સપના જોઈ રહ્યા છીએ.... તે સપના જ અમને જીવિત રાખી રહ્યા છે, નહીં તો અમે જે જીવન જીવીને આવ્યા છીએ તેની સામે હાલનું આ જીવન કાંઈ જ નથી.
અમે સારા હતા કે ખરાબ એ ખબર નથી પણ અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું.
કાશ... આ સમય ફરીથી પાછો આવે.
જય શ્રી કૃષ્ણ
શાળાને આપવામાં આવેલ ટેબ્લેટમાં નીચે મુજબની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે
💥📘 શાળાને આપવામાં આવેલ ટેબ્લેટમાં નીચે મુજબની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે
(1) DIKSHA
(2) Online Attandance For School
(3) PAT
(4) SSA Website
(5) YouTube Command And Control Centre
ROMAN NUMBERS | ROMAN NUMERALS
રોમન અંકો ધોરણ - 6 ગણિત
પાઠ - 1. સંખ્યા પરિચય ધોરણ ~ 6 ગણિત સત્ર ~ 1.
ROMAN NUMBERS
ROMAN NUMERALS
VIRTUAL CLASS ROOM | વર્ચ્યુઅલ કલાસરૂમમાં બાળકોના નામ એડ કઈ રીતે કરવા એ માટેનો વીડિયો.
વર્ચ્યુઅલ કલાસરૂમમાં બાળકોના નામ એડ કઈ રીતે કરવા એ માટેનો વીડિયો.
વર્ચ્યુઅલ કલાસરૂમમાં બાળકોના નામ એડ કઈ રીતે કરવા એ માટેનો વીડિયો.
ધોરણ - 6 થી 8 MATHS & SCIENCE માટે ઉપયોગી સાહિત્ય
ધોરણ - 6 થી 8 MATHS & SCIENCE માટે ઉપયોગી સાહિત્ય.
કાના તારી મોરલીએ મારું મન મોહ્યું
કાના તારી મોરલીએ મારું મન મોહ્યું.....(એક સત્ય ઘટના) …
*ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીની આત્મકથામાં પડેલો આ પ્રસંગ વાંચીને દરેક ભારતવાસી પોતાની પ્રાચીન સંસ્કૃતિ માટે ગૌરવનો અનુભવ કરી શકે તેમ છે.*
*ભારતના મહાન સંગીતકાર ઓમકારનાથ ઠાકુર એ દિવસોમાં ઇટાલીના પ્રવાસે ગયેલા.*
*ભારતના એ મહાન સંગીતજ્ઞના માનમાં મુસોલિનીએ એક ભોજન સમારંભનું આયોજન કરેલ.*
*આ રાજકીય ભોજન સમારંભમાં ઓમકારનાથ ઠાકુરની સાથે ઇટાલીમાં વસેલા ઘણા અગ્રગણ્ય ભારતીયો તથા ભારતના દૂતાવાસના સભ્યો પણ ઉપસ્થિત હતા..*
*સમારંભમાં મુસોલિનીએ ભારતની પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિની મજાક કરતા બધા મહેમાનોની વચ્ચે ઓમકારનાથ ઠાકુરને કહ્યું કે, 'મીસ્ટર ઠાકુર, મેં સાંભળ્યું છે કે તમારા દેશમાં કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે આજુબાજુના વિસ્તારની બધી ગાયો નાચવા લાગતી, મોર કળા કરવા લાગતા, ગોપીઓ સૂધબૂધ ખોઈને કૃષ્ણ જ્યાં વાંસળી વગાડતા હોય ત્યાં દોડી આવતી,શું તમે આ વાતને માનો છો?'*
*ઇટાલીના સરમુખત્યારને ભારતના એ સપૂતે ભોજન સમારંભમાં બધાની વચ્ચે જે કરી બતાવ્યું તે જાણીને પ્રત્યેક ભારતીયનું મસ્તક ગૌરવથી ઊંચું થઈ જશે...*
*ઠાકુરે કહ્યું, 'કૃષ્ણ જેટલું તો મારું સાર્મથ્ય નથી કે નથી સંગીતની બાબતમાં મારી તેમના જેટલી સમજણ.*
*સાચું તો એ છે કે સંગીત સંબંધે આ પૃથ્વી ઉપર આજ સુધીમાં કૃષ્ણ જેટલી સમજણવાળો કોઈ બીજો પેદા થયો હોવાનું પણ જાણવા મળતું નથી.*
*પરંતુ, સંગીતનું જે થોડું ઘણું જ્ઞાન મને છે, તે તમે કહો તો તમને કહું અથવા કરી બતાવું...'*
*મુસોલિનીએ મજાકમાં જ કહ્યું કે, 'જો કે સંગીતના કોઈ સાધનો અહીં ઉપલબ્ધ નથી છતાં પણ જો શક્ય હોય તો કંઈક કરી બતાવો તો અહીં ઉપસ્થિત મહાનુભાવોને પણ ભારતીય સંસ્કૃતિનો પરિચય મળે.'*
*ઓમકારનાથ ઠાકુરે ડાઈનીંગ ટેબલ ઉપર પડેલા કાચના જુદા જુદા પ્યાલામાં ઓછું વધારે પાણી ભરીને તેના ઉપર છરી કાંટાથી જલતરંગની જેમ વગાડવું શરૂ કર્યું. બે મિનિટમાં તો ભોજન સમારંભની હવા ફરી ગઈ.*
*વાતાવરણમાં એક પ્રકારની ઠંડક વર્તાવા લાગી. પાંચ મિનિટ, સાત મિનિટ અને મુસોલિનીની આંખો ઘેરાવા લાગી. વાતાવરણમાં એક પ્રકારનો નશો છવાવા લાગ્યો.*
*મદારી બીન વગાડે અને અવશ થઈને જેમ સાપ ડોલવા લાગે તેમ મુસોલીની ડોલવા લાગ્યો અને તેનું માથું જોરથી ટેબલ સાથે અથડાયું.*
*બંધ કરો... બંધ કરો... મુસોલિની બૂમ પાડી ઉઠ્યો. સમારંભમાં સન્નાટો છવાઈ ગયો.*
*બધા લોકોએ જોયું તો મુસોલિનીના કપાળમાં ફૂટ પડી હતી અને તેમાંથી લોહી વહેતું હતું.*
*મુસોલિનીએ આત્મકથામાં લખાવ્યું છે કે ભારતની સંસ્કૃતિ માટે મેં કરેલ મજાક માટે હું ભારતની જનતાની માફી માંગું છું.*
*ફક્ત છરીકાંટા વડે પાણી ભરેલા કાચના વાસણોમાંથી ઉદભવેલા એ અદભૂત સંગીતથી જો આ સભ્ય સમાજનો મારા જેવો મજબૂત મનનો માનવી પણ ડોલવા લાગે તો હું જરૂર માનું છું, કે એ જમાનામાં કૃષ્ણની વાંસળી સાંભળીને જંગલના જાનવરો પણ શાંત થઈ જતાં હશે અને માનવીઓ પણ સૂધબૂધ ખોઈને ભેળા થઈ જતાં હશે.*
*ભારતના ઋષિઓએ હજારો વર્ષ પૂર્વે ધ્વનિશાસ્ત્ર - નાદબ્રહ્મની સાધના કરી અને મંત્રયોગ દ્વારા માનવીના ચિત્તના તરંગોને અનેક પ્રકારે રૂપાંતરિત કરવાની પ્રક્રિયાઓ શોધેલ.*
*ધ્વનિ અને મંત્રોમાં એવી અદભૂત શક્તિઓ ભરી પડી છે કે તે જડ તત્વોને ચૈતન્યમય બનાવી શકે છે.*
*ઓમકારનાથ ઠાકુરે તેનો એક નાનકડો પ્રયોગ ઇટાલીમાં કરીને ત્યાં ઉપસ્થિત બધાને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા*
બિપિનચંદ્ર પાલ આજે (20 મે) ભારતમાં સૌપ્રથમ ક્રાંતિકારી વિચારોના પિતા 'બિપિનચંદ્ર પાલની'પુણ્યતિથિએ ચાલો જણીએ
🙏👏🙏આજે (20 મે) ભારતમાં સૌપ્રથમ ક્રાંતિકારી વિચારોના પિતા 'બિપિનચંદ્ર પાલની'પુણ્યતિથિએ ચાલો જણીએ.🙏👏🙏
બિપિનચંદ્ર પાલ
⚜⚜⚜⚜⚜⚜⚜⚜
👉જન્મ :-7 નવેમ્બર 1858
👉જન્મસ્થળ :-બંગાળ (હબીબગંજ)
👉મૃત્યુ :-20 મે 1932
👉માતા -પિતા :-નારાયણ દેવી/રામચંદ્ર પાલ
👉વિશેષ ઓળખ :-ભારતના ક્રાંતિકારી વિચારોના પિતા
👑👑જીવન ઝરમર 👑👑
💧બિપિનચંદ્ર પાલ એક શિક્ષક ,પત્રકાર અને ગ્રંથપાલ હતા
💧તેમની યાદમાં 1958 માં ભારતીય સ્ટેમ્પ બહાર પાડેલો
💧તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મુખ્ય નેતા હતા
💧શ્રી ઓરોબિંદોએ તેમને:-રાષ્ટ્રવાદના શક્તિશાળી પ્રબોધકમાં'કહ્યું
💧પાલે કામદારો માટે એક સપ્તાહના 48 કલાક હોવા જોઈએ તેની હિમાયત કરેલી
💧તેઓ 'ધ ટ્રિબ્યુન'અને ન્યુ ઇન્ડિયા 'ના સંપાદક હતા
💧કટ્ટરપંથી સ્વતંત્રય સેનાની લડવૈયા ત્રિપુટી લાલ-બાલ-પાલ ની જુગલબંધી જાણીતા હતા
💧1906 માં પાલે 'વંદે માતરમ્'નામનું દૈનિક શરૂ કર્યુ
💧તેમને આમ્સ એક્ટ રદ કરવાની હિમાયત કરેલી
💧પાલનું વાક્ય :-'ગુલામી માનવ આત્માની વિરુદ્ધ છે ઇશ્વરે બધા માણસને મુક્ત કર્યા છે'
@💧તેમની રચનાઓ💧
☆ઇન્ડિયન નેસલીઝમ
☆કવિન વિકરોટીયા
☆સ્વરાજ ફંડ પ્રેજેટ સિંચુઅશન
Subscribe to:
Posts (Atom)
Featured post
4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત
4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...

-
https://documentcloud.adobe.com/link/track?uri=urn%3Aaaid%3Ascds%3AUS%3A4ad011d2-0993-429d-8085-f86225bda18a
-
સામાન્ય વારસદાર નિયુક્તિ ફોર્મે. સામાન્ય વારસદાર નિયુક્તિ ફોર્મે. સામાન્ય વારસદાર નિયુક્તિ ફોર્મે...
-
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાં મદદનીશ શિક્ષકો/શિક્ષણ સહાયકો ની બદલી કરવા અંગે નો શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર નો પરિપત્ર. ...