30th December 2019 latest Info.


30th December 2019 Latest Information. #EDUCATION 



























SAMARTH 2 TRAINING





*✍💥SAMARTH 2 TRAINING📘*

*Respecting requests of teachers we are extending the date of completion.*

*The last date is 10/01/2020*

INNOVATION FAIR INSHODH.

INNOVATION FAIR INSHODH.














મિત્રો તા.24/12/2019ના રોજ આઇઆઇએમ અમદાવાદ ખાતે SSA અને IIM AHMEDABAD  દ્વારા યોજાયેલ સેમિનારમાં ગુજરાતની પ્રા.શાળાના શિક્ષકો દ્વારા શાળામાં કરાવેલ બેસ્ટ ઈનોવેટી પ્રોજેક્ટ અને પ્રવૃત્તિ ( 
ગણિત- વિજ્ઞાન)2018-19 ના મોડ્યુલ નું વિમોચન પ્રા. શિ.નિયામકશ્રી ટી.એસ.જોશી સાહેબ અને આઇઆઇએમ ના અન્ય મહાનુભવો દ્વારા કરવામાં આવ્યું હતું,કે જેનો લાભ  શિક્ષકો અને વિદ્યાર્થીઓ  ઓનલાઈન અને ઓફ લાઈન લઇ શકે.
    આપણે પણ આપણી શાળામાં શિક્ષકો અને   વિદ્યાર્થીઓ દ્વારા ચાલતી આવી ધો.1-8 ની ઇનોવેટીવ પ્રવૃત્તિને અન્ય વિદ્યાર્થીઓ અને શાળાને મદદરૂપ થાય તે માટે નીચે આપેલ QR code Scane  કરી ને અપડેટ કરી શકીએ છીએ અને અન્ય પ્રા.શાળાની માહિતી મેળવી શકીએ છીએ,વિદ્યાર્થીઓને પણ તેની પ્રિન્ટ આપી,સમજાવી જાતે ઘરે પણ અન્ય પ્રવૃત્તિનો મોબાઈલમાં અભ્યાસ કરી,શીખી શકે છે.

G.A.S. AVERAGE PERFORMANCE

G.A.S. AVERAGE PERFORMANCE.





G.A.S. AVERAGE PERFORMANCE 

સમર્થ તાલીમ માટે પ્રોજેક્ટ વર્ક (1) પ્રોજેક્ટ નું નામ :- સંતતિ નું લિંગ નિશ્ર્ચયન કેવી રીતે થાય છે? છોકરો કે છોકરી?



https://youtu.be/Zoz_C3gnKRA




https://youtu.be/Fy-BwPRhRMw









સમર્થ તાલીમ માટે પ્રોજેક્ટ વર્ક

(1) પ્રોજેક્ટ નું નામ :-  સંતતિ નું લિંગ નિશ્ર્ચયન કેવી રીતે થાય છે? છોકરો કે છોકરી?

(2) આ પ્રોજેક્ટ કયા દ્યોરણ નો છે? :- 8

(3) આ પ્રોજેક્ટ કયા વિષય પર છે? :- વિજ્ઞાન અને ટેકનોલોજી.

(4) સત્ર :- 2

(5) એકમ :- તરૂણાવસ્થા તરફ.

(6) કેટલા બાળકો સાથે આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે? :- 6

(7) કુમાર :- 3

(8) કન્યા :- 3

(9) આ પ્રોજેક્ટ બાળક માં કઈ અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરવા માટે કરવામાં આવ્યો છે ? :- સંતતિ નું લિંગ નિશ્ર્ચયન કેવી રીતે થાય? છોકરો કે છોકરી? તે વિશે જાણે.


  તરૂણાવસ્થા તરફ એકમ ની વૈજ્ઞાનિક તથા વિસ્તૃતરીતે જાણે.







(10) ધ્યેય :- વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 8 સત્ર 2 માં સમાવિષ્ટ એકમ 10 તરૂણાવસ્થા તરફ માં વિધાર્થીઓ સંતતિ નું લિંગ નિશ્ર્ચયન કેવી રીતે થાય છે? છોકરો કે છોકરી? તેની વિસ્તૃત વૈજ્ઞાનિક માહિતી મેળવી તેનાં ભાવિ જીવન માં વૈજ્ઞાનિક અભિગમ ને અપનાવે.








(11) પ્રવૃતિ નું વિગતવાર વર્ણન :- આ પ્રવૃત્તિ શાળા માં ભણાવતી વખતે ચાર્ટ બનાવવામાં આવ્યા. જેમાં વિધાર્થીઓ ને એકમ માં સમાવિષ્ટ વિષયવસ્તુ ની સૈધ્ધાંતિક સમજ આપવામાં આવી. તથા તેની સમજૂતી માટે યુ-ટ્યુબ માં વિવિધ એનિમેશન શૈક્ષણિક વિડિયો નિદર્શન દ્વારા  વિસ્તૃત માહિતી આપવામા આવી. આ પ્રવૃત્તિ સમજાવવા માટે બાળકો ને શાળા માં શૈક્ષણિક ટી.એલ.એમ. દ્વારા પણ વિધાર્થીઓ ને સંતતિ નું લિંગ નિશ્ર્ચયન કેવી રીતે થાય છે? છોકરો કે છોકરી? તે સમજાવવા માટે મનુષ્ય માં નર પ્રજનન તંત્ર તથા માદા પ્રજનન તંત્ર ની રચના ની વિસ્તૃત સમજ આપવામાં આવી. મનુષ્ય માં યુગ્મનજ નું નિર્માણ, તથા XX માદા રંગસૂત્ર, અને XY નર રંગસૂત્ર ની સમજ શૈક્ષણિક ટી.એલ.એમ. તથા એનિમેશન વિડીયો વડે આપવામાં આવી. સંતતિ નું લિંગ નિશ્ર્ચયન કેવી રીતે થાય છે? છોકરો કે છોકરી? તેનું વિસ્તૃત માહિતી આપી તેનાં  મુલ્યાંકન માટે વિધાર્થીઓ દ્વારા વિવિધ શૈક્ષણિક ટી.એલ.એમ. અને ચાર્ટ બનાવવામાં આવ્યા જેમાં બધા જ વિદ્યાર્થીઓએ ખુબ જ સરસ રીતે કાર્ય કરેલ.









(12) મૂલ્યાંકન અને પરિણામ :- આ પ્રવૃત્તિ ને અંતે બાળકો જે શીખવા અને સમજવા તેનો એક ટેસ્ટ MCQ આધારિત લેવામાં આવ્યો. જેમાં 4 બાળકો એ ભાગ લીધો હતો. કસોટી પત્રમાં કુલ 25 પ્રશ્નો કાઢવામાં આવ્યા હતા. તથા મૌખીક પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી. તથા વિધાર્થીઓ ને શૈક્ષણિક ટી.એલ.એમ. નિર્માણ નું કાર્ય પણ આપેલ. તેમાં ખૂબ જ અસરકારક પરિણામ જોવા મળેલ છે. મોટાભાગના બાળકો એ MCQ અને મૌખિક કસોટી નાં સાચા જવાબ આપ્યા. કુલ 4 બાળકો એ ખૂબ જ સારા જવાબ આપેલ છે. તથા ઉત્કૃષ્ટ શૈક્ષણિક ટી.એલ.એમ પણ બનાવેલ તથા તે શૈક્ષણિક ટી.એલ.એમ ને સરસ રીતે વિધાર્થીઓ સમજૂતી પણ આપેલ. જે ખૂબ સારી બાબત છે. પ્રોજેક્ટ થી બાળકો નાં જ્ઞાનમાં ધણો અને નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. આ પ્રવૃત્તિ ને અંતે બાળકો જે શીખવા અને સમજવા તેનો એક ટેસ્ટ MCQ આધારિત લેવામાં આવ્યો જેમાં 4 બાળકો એ ભાગ લીધો હતો તેનાં પણ ઉત્તમ પરિણામ જોવા મળેલ છે.











(13) ચિંતન :- આ પ્રોજેક્ટ કરાવવા પાછળ નું કારણ એ હતું કે જ્યારે પહેલા બાળકો ને વિજ્ઞાન વિષય માં તરૂણાવસ્થા તરફ એકમ માં સંતતિ નું લિંગ નિશ્ર્ચયન કેવી રીતે થાય છે? છોકરો કે છોકરી?સમજાવવા માં બાળકો ને મુશ્કેલી પડતી હતી તથા શરમ,સંકોચ નો અનુભવ કરતાં હતાં તથા નિરસ થઈને ભણતાં હતાં પરંતુ આ પ્રોજેક્ટ કરી ચાર્ટ બનાવવામાં આવ્યા. બાળકો દ્વારા સંતતિ નું લિંગ નિશ્ર્ચયન કેવી રીતે થાય છે? છોકરો કે છોકરી? જાતે સમજવાં લાગ્યા ત્યારે બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પહેલા બાળકો જવાબ આપવામાં પણ ભૂલો કરતાં હતાં પરંતુ આ પ્રોજેક્ટ કર્યા બાદ બાળકો માં ખુબ સુંદર ફેરફારો જોવા મળેલ છે. લગભગ 6 માંથી 4 બાળકો ખુબ સરસ જવાબ આપી શકે છે.

















પ્રજ્ઞા અને ભાષાદીપ 27 થી 31 ડિસેમ્બર સઘન મોનીટરીંગ બાબત જી.સી ઇ.આર. ટી. પરિપત્ર

*💫પ્રજ્ઞા અને ભાષાદીપ 27 થી 31 ડિસેમ્બર સઘન મોનીટરીંગ બાબત જી.સી ઇ.આર. ટી. પરિપત્ર*



https://juniakholprimary4556.blogspot.com/



મનની ગાંઠ



*"મનની ગાંઠ"*

*ખાધેલા ભોજનને આપણું પાચનતંત્ર 24 કલાકની પહેલાં જ બહાર કાઢી નાખે છે.*
*અન્યથા જીવન માટે ખતરનાક.....!*

*પીધેલા પ્રવાહી પદાર્થને કીડનીતંત્ર 4 કલાકની પહેલાં જ બહાર કાઢી નાખે છે.*
*અન્યથા જીવન માટે ખતરનાક.....!*

*શ્વાસ દ્વારા લીધેલી હવા પણ શ્વસનતંત્ર તરત જ બહાર કાઢી નાખે છે.*
*અન્યથા જીવન માટે ખતરનાક.....!*

*તો પછી.....*
*અન્ય એ સંભળાવેલ કટુ વચન, વિચાર, વર્તન આપણે કેમ મનમાં સાચવી રાખીએ છીએ......?*

*સારાંશ એ જ કે છોડતાં અને કાઢી નાખતાં શીખીએ.....!*

*અન્યથા,*
*આ બધું આપણા જીવન માટે પણ ખતરનાક બની શકે.*

*તેથી મનની શાંતિ માટે પણ.....*
*"મનની ગાંઠ" છોડતાં શીખીએ.....!*
🙏🙏🙏🙏🙏🙏🙏

વાંચવા જેવી સ્ટોરી

*✏✏વાંચવા જેવી સ્ટોરી✏✏*
એક છોકરીના લગ્ન થયા. છોકરીની સાસુએ નવી આવેલી વહુને નાકમાં પહેરવાનો સાચા હીરાનો એક કિંમતી દાણો ભેટમાં આપ્યો. દાણો ખુબ સરસ હતો અને હીરાની ચમક અદભૂત હતી એટલે વહુ તો ખુશ થઈ ગઈ. સાસુમાનો આવી સુંદર ભેટ બદલ આભાર વ્યક્ત કર્યો. સાસુએ કહ્યું, " બેટા, મારી અંગત બચતમાંથી આ દાણો લીધો છે એટલે એને નિયમિત પહેરજે અને બરોબર સાચવજે."
સાસુમા તરફથી મળેલી આ ભેટને વહુ જીવની જેમ સાચવતી હતી. એકવખત બહેનપણીઓ સાથે ફરવા ગયેલી અને ત્યાં નાકનો દાણો ખોવાઈ ગયો. હવે શું કરવું એની ચિંતા વહુને હતી. ઘરમાં સાસુને મો ના બતાવે અને સાસુથી દૂર દૂર જ રહે. જો ભૂલથી સાસુ સામે આવી જાય તો ચૂંદડીથી મોઢું ઢાંકી દે. વહુ બહુ મૂઝાતી હતી અને આ વાત સાસુને કેમ કરાવી તે સમજ નહોતી પડતી. પતિ પણ કોઈ કામ સબબ અમુક દિવસો માટે બહારગામ ગયો હતો એટલે બીજા કોને આ પીડા કહે ?
એકદિવસ સવારમાં સાસુએ વહુને બોલાવી. વહુ માથે ચૂંદડી ઓઢીને આવી. સાસુએ એક નાની ડબલી વહુના હાથમાં મુક્તા કહ્યું, " આમાં બીજો એક દાણો છે એ પહેરી લેજો. દાણા વગરનું નાક સારું નથી લાગતું."
વહુ રડી પડી અને સાસુને ભેટી પડી. એણે પૂછ્યું, " બા, તમે જાણતાં હતા કે મારો નાકાનો દાણો નથી ? " સાસુએ કહ્યું, " હા બેટા, એ કઈ થોડું છૂપું રે અને એમાં પણ સાસુથી તો છૂપું ક્યાંથી રહે ? " આટલું કહીને સાસુ હસી પડ્યા. વહુનું બધું જ ટેન્શન જતું રહ્યું. એમણે સાસુને કહ્યું, " તમને ખબર હતી તો પછી મને કઈ બોલ્યા કેમ નહિ ? મેં સામાન્ય દાણો નહિ બહુ મૂલ્યવાન હીરો ખોઈ નાખ્યો છે છતાં તમે મૌન કેમ છો ?"
સાસુએ બહુના માથા પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું," બેટા, તને બોલવાથી કે ખિજાવાથી દાણો પાછો થોડો આવી જવાનો હતો ? તારાથી જે થયું એ મારાથી પણ થઈ શકે છે. જે ખોવાયો છે એ દાણો તો ભવિષ્યમાં પાછો ખરીદી શકીશું પણ મારી વહુનો પ્રેમ ખોવાઈ જાય તો એ કોઈ બજારમાં મને ફરીથી વેંચાતો ના મળે !"
*મિત્રો, લાગણી અને પ્રેમની સામે નાણાંનું મૂલ્ય નહિવત છે. સંપત્તિ અને સંબંધની લડાઈમાં સંબંધની હાર ના થાય એનું ધ્યાન રાખવું કારણકે પછી ગમે તેટલી સંપત્તિ આપીને પણ સંબંધ ખરીદી નહિ શકાય.😊🙏*

Q&A જાણો શું છે નાગરિકતા સંશોધન કાનૂન 2019 અને NRC

*Q&A જાણો શું છે નાગરિકતા સંશોધન કાનૂન 2019 અને NRC*

સવાલ-જવાબ દ્વારા જાણીએ કે નાગરિકતા સંશોધન કાનૂન 2019 અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) શું છે અને કોના ઉપર અસર પડશે

*નવી દિલ્હી* નાગરિકતા સંશોધન કાનૂન 2019 (CAA 2019)સામે દેશના અલગ-અલગ ભાગમાં પ્રદર્શન થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો રાજધાની દિલ્હીથી લઈને ઘણા રાજ્યોમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. ઘણા સ્થળાએ પત્થરમારાની અને આગજનીની ઘટના બની રહી છે. લોકોનું રસ્તા પર ઉતરી હંગામો કરવા પાછળનું મોટું કારણ પોતાની નાગરિકતા ખતરામાં નજર આવી રહી છે. લોકોને લાગી રહ્યું છે કે પહેલા NRC દ્વારા લોકોને શરણાર્થી બતાવવામાં આવશે. પછી નાગરિકતા કાનૂન દ્વારા મુસલમાનો સિવાય બાકી ભારતીય નાગરિકતા આપવામાં આવશે. આવો સવાલ-જવાબ દ્વારા જાણીએ કે નાગરિકતા સંશોધન કાનૂન 2019 અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) શું છે અને કોના ઉપર અસર પડશે.

*સવાલ શું ભારતીય મુસલમાનોને CAA+NRC વિશે ચિંતા કરવી જોઈએ*

*જવાબ ના, કોઈ પણ ધર્મના ભારતીય નાગરિકને CAA કે NRC વિશે ચિંતા કરવાની જરુર નથી.*

*સવાલ શું NRC પ્રમાણે લોકોને ધાર્મિક આધારે બહિષ્કૃત કરવામાં આવશે?*

જવાબ ના, NRCનું કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. તેનો આધાર ધર્મ હોઈ શકે નહીં અને ના હશે. કોઈ ધર્મને માનવાના કારણે કોઈને બહાર કરવામાં આવી શકાય નહીં.

*સવાલ નાગરિકતાનો નિર્ણય કેવી રીતે થાય છે? શું તેનો નિર્ણય સરકાર કરશે?*

જવાબ નાગરિકતાનો નિર્ણય નાગરિકતા નિયમ, 2009ના આધાર પર થશે. જેનો આધાર નાગરિકતા અધિનિયમ 1955 છે. આ સૂચના જાહેરમાં છે. કોઈ વ્યક્તિ પાંચ આધાર પર ભારતનો નાગરિક હોઈ શકે છે.

I. - જન્મથી નાગરિકતા

II. - વંશાનુગત નાગરિકતા

III.- પંજીકરણથી નાગરિકતા

IV. - નાગરિક બનાવીને (આ દેશમાં જન્મ ના થયો હોય પણ જેને નાગરિકતા આપવામાં આવી હોય)

V. - ભૂ-ભાગના અધિગ્રહણથી

*સવાલ જ્યારે NRC આવશે તો શું પોતાની ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે મારે પોતાના માતા-પિતાના જન્મ સંબંધિત વિવરણ આપવા પડશે?*

જવાબ તમારા જન્મથી સંબંધિત વિવરણ જેવી તિથિ/મહિનો અને વર્ષના જન્મસ્થાનનું વિવરણ તે માટે પ્રયાપ્ત હશે. જો આ તમારી પાસે નથી તો તમારે તમારા માતા-પિતાના જન્મ સંબંધિત વિવરણ આપવા પડશે પણ આ વિશે દસ્તાવેજ (માતા-પિતા) આવશ્યક રુપથી આપવાની જરુર નહીં હોય. જન્મ તિથિ અને જન્મસ્થાનથી સંબંધિત કોઈપણ દસ્તાવેજ દઈને નાગરિકતા સાબિત કરી શકાશે. કયા દસ્તાવેજો જરુરી હશે તે વિશે હજુ નિર્ણય લેવાયો નથી. આશા છે કે ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, આધાર, સરકાર દ્વારા જાહેર કરેલ કોઈપણ લાઇસન્સ, વીમાના દસ્તાવેજ, જન્મ પ્રમાણપત્ર, સ્કૂલ છોડવાનું પ્રમાણપત્ર (એસએલસી), જમીન અને ઘરના દસ્તાવેજ કે આવા અન્ય દસ્તાવેજ તેમાં સામેલ થશે. આ પ્રકારના દસ્તાવેજોની યાદી લાંબી થવાની આશા છે. જેથી કોઈપણ ભારતીય નાગરિકને પરેશાની ના થાય.

*સવાલ જ્યારે NRC લાગુ થશે તો શું આપણે એ બતાવવું પડશે કે અમે આ દેશમાં 1971થી પહેલા રહી રહ્યા છીએ?*

જવાબ ના, તમારે 1971 પહેલા પોતાના માતા-પિતાના ઓળખપત્ર કે જન્મ પ્રમાણપત્ર રજુ કરવાની જરુર રહેશે નહીં. આવું ફક્ત આસામમાં લાગુ થયેલ NRC માટે કરવામાં આવ્યું હતું. જેનો ઉલ્લેખ આસમ સમજુતીમાં હતો અને જેને સુપ્રીમ કોર્ટની દેખરેખમાં લાગુ કરવામાં આવ્યો હતો. દેશના બાકી ભાગોમાં NRCની પ્રક્રિયા પુરી રીતે અલગ હશે. આ નાગરિકતા નિયમ 2003ના આધાર પર હશે.

*સવાલ જો કોઈ વ્યક્તિ નિરક્ષર છે અને તેની પાસે કોઈપણ જરુરી દસ્તાવેજ નથી તો શું થશે?*

જવાબ આવી સ્થિતિમાં અધિકારી તેને સાક્ષી લાવવા સહિત અન્ય પ્રકારના સાબિતની મંજૂરી આપી શકે છે. આ વિશે ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ ભારતીય નાગરિકને પરેશાન કરવામાં આવશે નહીં.

*સવાલ શું NRC ટ્રાન્સજેન્ડર, ધર્મને ના માનનાર, આદિવાસી, દલિત, મહિલાઓ અને જમીન વગરનાને બહાર રાખે છે?*

જવાબ ના. NRCથી આ લોકોનો, જેમનો ઉપર ઉલ્લેખ કર્યો છે, તેમના પર કોઈ પ્રભાવ પડશે નહીં.

ભારતનુ બંધારણ

🔰🔰🔰🔰🔰
ભારતનુ બંધારણ

📕📕📕 રાષ્ટ્રચિહ્ન 📕📕
 ૨૬ જાન્યૂઆરી ૧૯૫૦ ના રોજ વારાણસી સ્થિત અશોકસ્તંભમાંથી ૪ સિંહોની મુખાકૃતિને સ્વીકાર્યુ


📕📕 રાષ્ટ્રધ્વજ📕📕

૨૨ જુલાઇ ૧૯૪૭
લંબાઇ - પહોળાઇ ૩:૨

🌺રાષ્ટ્રધ્વજની સોેપ્રથમ ડિઝાઇન યુરોપમાં મેડમ ભીખાજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી
🌺૨૨/૮/૧૯૦૭ માં જમૅનીના સ્ટુટગાર્ટ શહેરમાં
🌺પછી ઇન્દુલાલ યાજ્ઞિક ચોરી છુપીથી ભારતમાં લાવેલ
🌺ત્યારબાદ ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ જવાહરલાલ નહેરુ અે રાવી નદિના તટ પર ભારતમાં સોેપ્રથમ ત્રિરંગો લહેરાવ્યો
🌺ઝંડા સમિતિના અધ્યક્ષ : જે.બી કૃપલાણી હતા

🌺રાષ્ટ્રીય પંચાગ🌺

ભારતીય બંધારણમાં શક સંવતને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે 22 માચૅ 1957 માં અપનાવ્યુ

🔰જેનો પ્રથમ મહિનો ચૈત્ર
અને અંતિમ મહિનો ફાગણ છે.

એક દિવસના રાત્રી ભોજનનુ પાપ

એક દિવસના રાત્રી ભોજનનુ પાપ 😳😱

96 ભવ સુધી કોઈ માછીમાર જીવોને સતત હણે એટલુ પાપ એક સરોવર સૂકવવાથી

108 ભવ સુધી સરોવર સૂકવીને જે પાપ તે એક દાવાનલ સલગાવવામાં

101 ભવ સુધી દાવાનલ
સલગાવવામાં એટલું પાપ એક કુવાણિજ્યમાં

144 ભવ સુધી જે કુવાણિજ્યમાં એટલું કોઈને ખોટી આળ આપવામાં

151 ભવ સુધી જે આળ આપવામાં એટલુ એક વિજાતીય ગમનમાં

99 ભવ જે વિજાતીય ગમનમાં એ એક જ દિવસના રાત્રીભોજનમા

રાત્રીભોજનમા જે દોષો લાગે એ અંધારામાં ભોજન કરવાથી લાગે અને જે અંધારામાં ભોજન કરવાથી જે દોષો લાગે એ સાંકડા મુખવાલા વાસણમાં ખાવાથી લાગે
રાતે બનાવેલુ દિવસે ખાય તો પણ એ રાત્રી ભોજન તુલ્ય છે
.........રત્ન સંચય 447 થી 454 ગાથા

આયુર્વેદ પ્રમાણે પણ હદય કમલ અને નાભિ કમળ સુર્યાસ્ત પછી સંકોચાઈ જાય છે

રાત્રી ભોજન ત્યાગમાં મહિને પંદર ઉપવાસનુ ફલ મલે છે

રાત્રે ભોજનમાં કીડી આવે તો બુદ્ધિનો નાશ

જૂ આવે તો જલોદર

માખી આવે તો વોમિટ

કરોલીયો આવે તો કોઢ રોગ

કાંટો કે લાકડાનો ટુકડો આવે તો ગળાની ભયંકર વેદના

વિંછી આવે તો તાળવુ વીંધી નાખે

વાળ આવે તો ગલામાં સ્વર ભંગ

આમ રોગો અને દોષો બંને છે

ગતિ જૈન દર્શનમા રાત્રિ ભોજનની તિર્યંચ છે
ઘુવડ ,કાગડા ,બિલાડા ,ગીધ ,સાબર ,ભૂંડ ,સાપ ,વિંછી અને ચંદન ઘો વગેરેના તિર્યંચમાં અવતાર
યોગશાસ્ત્ર

અન્ય દર્શનમાં રાત્રીભોજન

નરકના ચાર દરવાજામાં પ્રથમ રાત્રી ભોજન ➡પદ્મ પુરાણ -પ્રભાસ ખંડ

જૈનદર્શનના હિસાબે તિર્યંચ ગતિ

જેઓ મદિરા દારુ માંસ રાત્રી ભોજન અને કંદમૂળનુ ભક્ષણ કરે તેના તીર્થ યાત્રા જપ -તપાદિ નિષ્ફળ જાય છે

ચોમાસામાં પણ જે રાત્રિ ભોજન કરે છે એની શુદ્ધિ ચાન્ડ્રાયણ તપથી પણ નથી થતી
ઋષીશ્વરભારત વૈદિકદર્શન

જે માણસ આખી પ્રુથ્વીનુ દાન કરે કે સોનાના મેરૂપર્વતનુ અને બીજો અભય દાન તો હે યુધિષ્ઠિર અભયદાન વધી જાય
વૈદિક દર્શન મહાભારત (ઋષીશ્વરભારત )

હે સૂર્ય દેવ તારા અસ્ત થયા પછી પાણી પણ લોહી બરાબર છે
કપોલ સ્તોત્ર સ્કંદપુરાણ અને માર્કંડપુરાણ

જે આત્મા રાત્રીભોજન કરતો નથી અને ચોમાસામાં ખાસ રાત્રિ ભોજન ત્યાગ કરે એ આ ભવ અને પરભવમાં સર્વ મનોરથને પામે છે
યોગાવશિષ્ઠ પૂર્વાર્ધ

જે માનવ સુર્યાસ્ત પૂર્વ ભોજન કરે એને ઘેર બેઠા તીર્થયાત્રાનુ ફલ મલે છે સ્કંદપુરાણ
............ . . . . .
ચકલી પોપટ કે અન્ય પક્ષીઓ પણ રાત્રે ખાતા નથી

અનોખી માર્કશીટ

*‘અનોખી માર્કશીટ’*

બોર્ડના પરિણામની માર્કશીટ હાથમાં આવતાં જ જયના મુખ પર ખુશી છલકાઇ ગઇ. સ્કૂલના બધા શિક્ષકો તો જયનો જયજયકાર કરતાં થાકતાં જ નહોતા...

‘જોયું ગણિતમાં મારી કરાવેલી તૈયારીઓની અસર.... સોમાંથી પુરા સો....! કોઇની તાકાત છે કે જયનો એક માર્ક કાપી શકે...?’’ ગણિતના શિક્ષક તો બધા વચ્ચે છાતી ફુલાવીને બોલ્યાં.

‘ગણિતમાં તો કેટલાય વિદ્યાર્થીઓ પુરા માર્ક્સ લાવે... વિજ્ઞાનમાં આખા જિલ્લામાં જય એકલાનાં જ સો માંથી સો માર્ક્સ છે... અને મારા ભણાવેલા વિજ્ઞાનની કોઇ બરોબરી જ ન કરી શકે.’ વિજ્ઞાનના સર તો જયની માર્કશીટ લઇને પોતાની ખુરશી પર ચઢીને આખા સ્ટાફને સંભળાય તેમ બોલ્યા.

‘ઓ ગણિત... વિજ્ઞાનવાળાંઓ તમે ભાષામાં પંચ્યાણુ માર્ક લાવીને બતાવો... જયના ગુજરાતીના પંચ્યાણુ માર્ક્સ આખા રાજ્યમાં અવ્વ્લ છે... જેની માતૃભાષા મજબુત તેના બધા વિષયો મજબૂત.’ ગુજરાતીના શિક્ષકે તો પેલા બન્ને શિક્ષકોને સંભળાય તેમ જયની માર્ક્શીટ હાથમાં લેતા કહ્યું.

જય અને જયની માર્કશીટ બધા શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ બધાના હાથમાં વારાફરતી ફરી રહી હતી.

‘તારા મમ્મી-પપ્પા ક્યાં છે, જય....? મારે પુછવુ છે કે તેઓ તને કેવી રીતે તૈયારી કરાવે છે...?તારી પાછળ કેટલો સમય આપે છે...?’ એક વિદ્યાર્થીના મમ્મીએ માર્કશીટ જોઇને પૂછી લીધું.

‘મમ્મી... જયના મમ્મી-પપ્પા તો કોઇ’દી સ્કુલે આવતા જ નથી...!’ પેલા વિદ્યાર્થીએ જ તેની મમ્મીને જવાબ આપી દીધો.

ગુજરાતીના શિક્ષકે જયને ન સંભળાય તે રીતે પેલા બેનને ધીરેથી કહ્યું. ‘હા... જયના પપ્પા તો ફૂટપાથ પર જુના પુસ્તકો વેચે છે.. મમ્મી બીજાના ઘરે કામ કરે છે... તેઓ અતિ સામાન્ય પરિસ્થિતિના છે... આ તો જય જેવો દિકરો લાખોમાં એક હોય જે જાત મહેનતે આગળ આવે ...!’

‘સર...હું જાઉં... મારા મમ્મી-પપ્પાને પણ રીઝલ્ટ બતાવવું છે.’ જયને ઘરે જવાની ઉતાવળ હતી.

ત્યાં જ સામે પ્રિન્સિપાલ સર આવ્યા, તેમના હાથમા મીઠાઈનું બોક્સ હતું, ‘હા.. જા દિકરા... તારા પેરેન્ટ્સ પાસે મોબાઇલ જ નથી તો એ ક્યાં ઓનલાઇન રીઝલ્ટ જોઇ શકવાના છે...? પણ તારા જેવો દિકરો ખરેખર જિંદગીની ઓન- લાઇને છે તેનો અમને ગર્વ છે... અને અમે તારા રીઝલ્ટની ખુશીના પેંડા આખી સ્કુલમાં આપવાનાં છીએ... લે આ બોક્ષ તારા મમ્મી-પપ્પાને આપજે...'

‘સર.. પેંડા તો મારે આપવાના હોય....!’ જયે ધીમા અવાજે કહ્યું.

‘બેટા... તારા પરિણામથી તો અમને પેંડા વહેંચવાનું મન થઇ આવે છે... તું જલ્દી જા... તારા મમ્મી-પપ્પાને કહેજે કે તું સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યો છે.’ પ્રિન્સિપાલ સરે જયના માથા પર હાથ મુક્યો.

‘થેંક્યુ સર’ એટલું કહીને જયે પેંડાનું બોક્ષ અને માર્કશીટ લઇ પોતાની સાયકલનું હેન્ડલ ઘર તરફ વાળ્યું.

જયે જોયું તો મોટા ભાગના વિદ્યાર્થીઓ મમ્મી- પપ્પા સાથે પોતાનું પર્સનલ ટુ વ્હીલર લઇને કે કારમાં આવ્યા હતા. જો કે આવી કોઇ સગવડ જયના નસીબમાં નહોતી. તેના પપ્પા પાસે પણ હજુ જુની પુરાણી સાયકલ જ હતી. તે દસમાં ધોરણમાં જયને વારસામાં મળી હતી.

આ સાયકલની રફ્તાર વધી રહી હતી... તેને પોતાની માર્કશીટ બતાવવાની ઉતાવળ નહોતી પણ પોતાના આ વર્ષની મમ્મી પપ્પાએ બનાવેલી માર્કશીટ લેવાની ઉતાવળ હતી.

જય ઘરે પહોંચ્યો. તે દોડીને મમ્મી પપ્પાની પાસે ગયો, ‘મમ્મી-પપ્પા આ મારી માર્કશીટ અને પેંડા... ગુજરાતમાં પહેલો આવ્યો છું...’ જયની ખુશીનો પાર નહોતો.

મમ્મી-પપ્પાએ  માર્કશીટ પર નજર ફેરવી અને તરત જ ભગવાનનાં ચરણોમાં મુકી દીધી.

‘મારી પેલી માર્કશીટ ક્યાં...?’ જયે તેની દરવર્ષની જેમ આ વર્ષે મમ્મી પપ્પાની પરીક્ષાની માર્કશીટની ઉઘરાણી કરી.

‘અરે... બેટા... હવે તું મોટો થયો... કદાચ અમારા આપેલા માર્ક તને નહી ગમે તો...? આ વખતે નહી આપીએ તો નહી ચાલે....?’ જયના પપ્પાએ તો ઇન્કાર કરતા કહ્યું.

‘ના એમ નહી ચાલે મારે તમારી બનાવેલી માર્કશીટ જોઇએ જ...’ જયે જીદ કરી.

‘સારું, લે પણ ધ્યાન રાખજે... અમે તારી સ્કુલના શિક્ષકો જેવા હોંશિયાર નથી. જય બેટા, આ કોઇ ભણવાના વિષયોની માર્કશીટ નથી પણ તારા જીવનનું આ વર્ષનું અમારું વાર્ષિક મૂલ્યાંકન છે.’  અને પપ્પાએ જયને તેની અનોખી માર્ક્શીટ આપી.

જયે તો બે પાનાની માર્કશીટ હાથમાં લીધી અને મમ્મી-પપ્પાએ કેટલા ગુણ આપ્યા છે તે જાણવાની તાલાવેલી જાગી.

જયના પપ્પા ભલે સામાન્ય પરિસ્થિતિના હતા પણ પુસ્તકોના અભ્યાસથી તેઓ પોતાના પુત્રનો સાવ જુદી રીતે જ ઉછેર કરી રહયા હતા.

દર વર્ષે જયનું સાત જુદા જુદા વિષયોનું વાર્ષિક મૂલ્યાંકન કરી સો ગુણની પરીક્ષાની જેમ જ  તેના માર્ક આપતા.

આ અનોખી માર્કશીટમાં ઉપર જયનું નામ... ઉંમર અને તેની નીચે વિષયોના નામ લખી તેની સામે મેળવેલ ગુણ લખેલા હતા.. દરેક વિષયની નીચે વિસ્તારથી જવાબ લખેલો હતો.

*વિષય પહેલો : પોતાની વસ્તુઓની દરકાર*
*મેળવેલ ગુણ -  ૯૧*

જય તારી વસ્તુ પ્રત્યેની દરકાર ઘણી સારી છે, તારી દરેક ચોપડીઓના પૂંઠા અને તેની સંભાળ સરસ રીતે કરી છે... તારો કબાટ તું વ્યવસ્થિત રીતે રાખતા તું શીખી ગયો છું. તારી દરેક વસ્તુઓ તેના સ્થાને મુકવાની આદત સુધરી છે.. પણ આવર્ષે તું સાયકલ પ્રત્યે સહેજ બેધ્યાન હતો... તેની સાફસફાઇ, કુલ નવ વાર થયેલ પંચર ( ગયા વર્ષ કરતા ત્રણ વાર વધારે ), તારાથી એક જોડ ચંપલ અને ચાર પેન, એક પેન્સિલ ખોવાયેલ છે જેના કારણે નવ માર્ક કપાયા છે.

*વિષય બીજો :  પોતાની સારસંભાળ*
*મેળવેલ ગુણ : ૯૫*

બેટા જય આ વખતે તારી બોર્ડની પરીક્ષાની સાથે તારા આરોગ્યની સંભાળ સારી રીતે કરી છે. બહારના જંકફૂડ ખાવાની એકવાર પણ જીદ કરી નથી. તેં આ વર્ષે તારા કપડાના બટન જાતે લગાવવાનું શીખી લીધું... સમયસર જાતે વાળ કપાવી નાંખે છે.. પણ જમીને  હજુ થાળી નહી ઉપાડવાની તારી આદત નથી બદલાઇ. સવારે ઉઠ્યા પછી તારી પથારી હજુ તારી મમ્મીએ જ ઉઠાવવી પડે છે જેના કારણે તારા પાંચ ગુણ ઓછા થયા છે.

*વિષય ત્રીજો : ઘરની જવાબદારી*
*મેળવેલ ગુણ : ૮૫*

અમને ખ્યાલ છે કે આ વર્ષે અભ્યાસનું વર્ષ છે એટલે ઘરની જવાબદારી શક્ય નહોતી... રૂમમાંથી બહાર નીકળતા પંખાની સ્વિચ બંધ ન કરવી.... સવારે ચકલીને ચણ નાખવાનું તારા ટ્યુશનને લીધે ઘણીવાર ભૂલી જતો... નિયમિત પ્રાર્થના ન કરવી, ન્હાતી વખતે વધુ પાણીનો ઉપયોગ કરવો જેવી કાયમી ભૂલોને લીધે આ વર્ષે પંદર માર્ક ઓછા છે. 

*વિષય ચોથો : મિત્રો સાથેનો વ્યવહાર*
*મેળવેલ ગુણ : ૯૦*

આમા તો તારા મિત્રો તરફથી કોઇ ફરીયાદો નથી પણ તારા અંગત મિત્ર રાકેશ સાથે તારે ત્રણ વાર ઝઘડો થયો હતો. તમારા બે મહિના સુધી અબોલા રહેલા. જય બેટા.. વાંક ભલે ગમે તેનો હોય પણ મિત્રતાના એક છેડે આપણે ઉભા છીએ જેથી ક્યારેક જતુ કરીને મિત્રતા નીભાવવી.

*વિષય પાંચમો : સમય પાલન*
*મેળવેલ ગુણ : ૯૯*

જય... આ વિષયમાં તું હંમેશા અવ્વલ રહ્યો છે.. તેં તારા ટાઇમ ટેબલ મુજબ સતત કાર્ય કર્યુ છે... અને બેટા ધ્યાન રાખજે જે વ્યક્તિ પોતાના સમયને સમજે છે અને સાચવી લે છે તેના  જીવનની દરેક પરીક્ષાનું પરિણામ શ્રેષ્ઠ જ હોય છે.

*વિષય છઠ્ઠો  : પરસ્પર નો પ્રેમ*
*મેળવેલ ગુણ : ૧૧૧*

જય... આ એક  વિષયમાં તારી મમ્મીએ માર્ક આપ્યાં છે... તારી મમ્મીએ કહ્યું છે મારા જયને ૧૦૦માંથી ૧૧૧ માર્ક આપજો. તેને કહ્યું છે કે જય કાયમ પહેલો નંબર લાવે છે છતાંય તેને ક્યારેય બીજા સુખી ભાઇબંધો સાથે પોતાની સરખામણી નથી કરી... બાઇક કે મોબાઇલ લેવાની ખોટી જીદ નથી કરી. અમે તને બીજાના મમ્મી-પપ્પા જેવી સુવિધાઓ પણ નથી આપી શક્યા છતાં ક્યારેય કોઇ ફરીયાદ નથી કરી. વાંચતા વાંચતા ઉંઘ ન આવે માટે ઘરમાં દૂધ ન હોય તો રાત્રે પાણી, ચા અને ખાંડ ગરમ કરીને વગર દૂધની ચા પીને તું ઘણીવાર અમને સુતા મુકીને જાગતો રહ્યો છે અને વાંચતો રહ્યો છે. તારા વિદાય સમારંભ વખતે તને મળેલ એલાર્મ ક્લોક તેં સામેવાળાં રમણિકકાકાને આપી દીધેલી કારણ કે તેમને ઘણીવાર વહેલા ઉઠવામાં તકલીફ પડતી.. આ બધુ સમજી તારી મમ્મીએ તને સો વત્તા અગિયાર માર્ક વધારાના આપ્યાં છે..એટલે તને કુલ છસોમાંથી ૫૭૧ માર્ક્સ મળે છે. અર્થાત ૯૫.૧૬%... અભિનંદન...

બેટા જય... તું અમારો જીગર જાન ટુકડો છે... આપણે પરસ્પરનો પ્રેમ સાચવવો અને એકમેકના જીવનની જરુરિયાત સમજવી તે તું ખૂબ સારી રીતે સમજ્યો છે. તારી મમ્મી છે તે ક્યારેય પોતાના દિકરાના માર્ક કાપી ન શકે... પપ્પા કઠોર બની શકે... માં નહી...!

બેટા... જીવનનાં આ વિષયોમાં કાયમ વધારે ને વધારે માર્ક લાવવાનો પ્રયત્ન કરજે... આજે ઉપરના વિષયો તને કદાચ નાના કે બિનજરુરી લાગતા હશે પણ તે તને ઉજ્જ્વળ ભવિષ્ય તરફ ચોક્કસ લઇ જશે.

*વિષય સાતમો  : વાલી તરીકે અમારી ફરજ*
*આપવાના ગુણ :* _

બેટા જય... આ વર્ષે આ જુદો વિષય ઉમેર્યો છે... આ વિષયમાં તારે અમારું મુલ્યાંકન કરવાનું છે.. તારે પણ અમને સોમાંથી માર્ક આપવાના છે કે અમે અમારી જવાબદરીનું કેટલું વહન કરી શક્યા છીએ. અમે તને કેટલીયે સગવડો નથી આપી શક્યા... તારી સ્કુલ કે કોઇ સમારંભમાં અમે હાજર રહી નથી શક્યાં... અરે તારા વિદાય સમારંભમાં તારે નવું જીન્સ લેવું હતું પણ મેં તને નહોતું ખરીદી આપ્યું. તારે પ્રવાસમાં જવાનું હતું પણ મમ્મીને ખૂબ ચિંતા હતી એટલે અમે ના કહેલી... બેટા... અમારી પણ મર્યાદાઓ છે... તારા આપેલા માર્કથી અમે પણ અમારામાં રહેલી ખામીઓ શોધી શકીશું અને આવતા વર્ષે અમારા માર્ક વધે તેવા પ્રયત્નો કરીશું.

અને જયે તો તરત જ આ છેલ્લા વિષયમાં ૧૨૧ માર્ક આપીને નીચે લખી દીધું.

*વ્હાલા મમ્મી-પપ્પા,*

*તમે એમ ન સમજશો કે તમે મને કાંઇ નથી આપ્યું. તમે મને જે આપ્યું છે તે આ દુનિયાના કોઇપણ મા-બાપે કદાચ તેના દિકરાને નહી આપ્યું હોય...! તમે આ અનોખી માર્કશીટ આપીને મારા જીવનની અનોખી સમજણ આપી છે જે મારા સ્કુલના વિષયોમાં ક્યારેય નથી મળતી. વિષયોમાં માર્ક લાવવાની સાથે વ્યવહારમાં પણ કેવી રીતે સારા માર્ક લાવવા તે તમે મને આ રીતે શીખવ્યું છે.*
*તમે મને આ રીતે જ દર વર્ષે અનોખી માર્કશીટ આપતા રહેજો હું પણ સામે તમને મારી દરેક માર્કશીટ વધુ સારી બનાવવાનું પ્રોમિસ આપું છું.*

*સ્ટેટસ*

*સદગુણની પાછળ પરીક્ષાના ગુણ ખેંચાઇને આવે છે...*
*જેમ સૂર્યનો પ્રકાશ ચો-તરફ વહેંચાઇને આવે છે...*

करेंट अफेयर्स एक पंक्ति में: 24 दिसंबर 2019

✅करेंट अफेयर्स एक पंक्ति में: 24 दिसंबर 2019

• राष्ट्रीय किसान दिवस जिस दिन मनाया जाता है-23 दिसंबर

• 66वें राष्ट्रीय फिल्म पुरस्कारों में जिसे सर्वश्रेष्ठ हिंदी फीचर फिल्म का पुरस्कार प्रदान किया गया है- अंधाधुन

• पुस्तक ‘R N Kao: Gentleman Spymaster’ जिसके द्वारा लिखी गई है- नितिन गोखले

• वह टीम जिसने हाल ही में पहली ‘बिग बाउट इंडियन बॉक्सिंग लीग’ का खिताब जीता है- गुजरात जाइंटस

• इलाहाबाद उच्च न्यायालय ने हाल ही में जिस विधानसभा सदस्य की सदस्यता फर्जी दस्तावेज के आधार पर चुनाव लड़ने के कारण रद्द कर दी है- अब्दुल्ला आज़म खान

• हाल ही में जिस राज्य वन्यजीव बोर्ड द्वारा कॉर्बेट टाइगर रिज़र्व (Corbett Tiger Reserve) में गैंडों को लाने से संबंधित प्रस्ताव को मंज़ूरी दी गई है- उत्तराखंड

• फुटबॉल की नियामक संस्था-फीफा ने जिस देश को लगातार दूसरी बार वर्ष की सर्वश्रेष्ठ फुटबॉल टीम के पुरस्कार से सम्मानित किया है- बेल्जियम

• भारतीय मूल के जिस अमेरिकी नागरिक को अमेरिका की नेशनल साइंस फाउंडेशन (NSF) का निदेशक बनाया गया है- सेतुरमण पंचनाथन

• वह देश जिसके राष्ट्रपति मिगुएल डियाज कैनल ने हाल ही में 43 साल बाद देश में प्रधानमंत्री नियुक्त किया है- क्यूबा

• भारत में प्रतिवर्ष जिस दिन ‘राष्ट्रीय गणित दिवस’ मनाया जाता है-22 दिसंबर

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
            

રાષ્ટ્રીય ગ્રાહક દિવસ

📗આજે (24 Dec.)📘

        ♻♻રાષ્ટ્રીય ગ્રાહક દિવસ♻♻

♻♻ 1986 આજે ગ્રાહક અધિનિયમ બિલ પ્રસાર કરવામાં આવ્યું હતું.તેટલા માટે જ "રાષ્ટ્રીય ગ્રાહક દિવસ" ઉજવાય છે.

➡ આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ = 15 માર્ચ
➡રેડિયો અને ટેલિવિઝન પર ગ્રાહક જાગૃતિ માટે "જાગો ગ્રાહક જાગો" નામનો કાર્યક્રમ ચલાવવામાં આવે છે.

💮વાસકો-દ-ગામાનુ નિધન 1524
ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધનાર વ્યક્તિ

💮મહંમદ રફી સાહેબ નો જન્મ 1924
  તેમના મીઠા અવાજને કારણે તેમને   "શહેનશાહ-એ-તરનનુમ" કહેવામાં આવતા. 26
હજાર ગીતો ગાયા છે.

💮ગાંધીવાદી ,ગાંધીજીનો બાબલો અને મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણ દેસાઇનો જન્મ 1924

➡જીવન ચરિત્ર અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, મોહન અને મહાદેવ, મા ધરતીને ખોળે,ભૂદાન આરોહણ, વગેરે તેમનું સાહિત્ય ક્ષેત્રે મહત્વનું યોગદાન છે.

💮ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની કારમી હાર,ખુદ મુખ્યમંત્રી રઘુબર દાસની પણ હાર થઈ.

➡JMM+કોંગ્રેસ+RJD ગઠબંધન વિજેતા થયું. ગઠબંધનએ કુલ 81 સીટમાંથી 47 મેળવી.
➡મુખ્યમંત્રી પદ માટે સૌથી આગળ હેમંત સોરેન

💮મિસ ટીન ઈન્ટરનેશનલ એવોર્ડ આયુષી ધોળકિયાએ જીત્યો.

➡તેવો વડોદરાની 16 વર્ષની છોકરી છે.
➡27 વર્ષ બાદ આ ખિતાબ ભારતે જીત્યો.

💮ગૈલાપાગોસ દ્વીપ સમૂહ ઉપર ઇક્વાડોર એ આપાતકાલ લગાવ્યો.

➡600 ગેલન ડીઝલ લઈ જતી બોટ ડૂબી ગઈ અને દરિયા પર્યાવરણ અને સજીવ સૃષ્ટિને વધુ નુકસાન ન થાય તે માટે આપાતકાલ લગાડ્યો.

💮પાકિસ્તાનના 27મા મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ગુલઝાર અહેમદ બન્યા.

💮"મહાત્મા જ્યોતિરાવ ફુલે ઋણ માફી યોજના" મહારાષ્ટ્ર રાજ્ય સરકારે શરૂ કરી.
ખેડૂતોનું દેવું માફ કરવા માટેની આ યોજના છે

💮બાંગ્લાદેશ દ્વારા ભારતીય પુરાતત્વવિદ આર. નાગાસ્વામીને સિલ્વર જ્યુબલી એવોર્ડમાં એવોર્ડ મળ્યો.

💮U-17 મહિલા ફૂટબોલ ટુર્નામેન્ટ સ્વીડનએ જીત્યો.જેમાં ભારત ઉપવિજેતા રહ્યું.

💮બહાદુરી માટે ભારત પુરસ્કારથી આદિત્ય કે.
ને સન્માનિત કરવામાં આવશે.

💮અમેરિકાના ફેડરલ કમ્યુનિકેશન કમિશન(FCC)ના  પ્રથમ મહિલા ચીફ ટેકનોલોજી ઓફિસર મનીષા ઘોષ બન્યા.

💮બાંગ્લાદેશ જુનિયર ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ-2019 મિરાબા લૂવાંગ એ જીત્યો. તેઓ મણિપુરના છે

ગુજરાત હાઇકોર્ટ

🔴 ગુજરાત હાઇકોર્ટ 🔴

🔵 હાલમાં ન્યાયાધીશ
➡️ વિક્રમનાથ

🔷સ્થળ ➖અમદાવાદ, ગુજરાત

🔷પદ અવધિ ➖62 વર્ષની વય સુધી

🔷મુખ્ય ન્યાયાધીશ હાલમાં
➡️ન્યાયાધીશ શ્રી વિક્રમ નાથ

🔷પદનો આરંભ  ➖10 સપ્ટેમ્બર 2019

🏛⏩ગુજરાત ઉચ્ચ ન્યાયાલય એ ભારતના ગુજરાત રાજ્યની વડી અદાલત છે.

🏛⏩તેની સ્થાપના 1 મે 1960 ના રોજ બોમ્બે રી-ઓર્ગેનાઇઝેશન એક્ટ, 1960 હેઠળ મુંબઇ રાજ્યમાંથી છૂટા પડ્યા બાદ કરવામાં આવી હતી.

ભારતના પદાધિકારીઓ નાં પગાર

🔵 ભારતના પદાધિકારીઅોના પગાર🔵

🌹 રાષ્ટ્રપતિ
➡️ 5,00,000

🌹ઉપરાષ્ટ્રપતિ
➡️4,00,000

🌹 રાજયપાલ
➡️ 3,50,000

🌹લોકસભાના અધ્યક્ષ
➡️ 1,25,000

🌹 સુપ્રીમ કોટૅના મુખ્ય ન્યાયાધીશ
➡️ 2,80,000

🌹સુપ્રીમ કોટૅના અન્ય ન્યાયાધીશ
➡️ 2,50,000

જય શ્રી કૃષ્ણ


રડવું નહીં ને કકળવું નહીં,
કર જોડી, કરગરવું નહીં.
માંગ્યુ મળશે નહિં,
ને મળશે કદાચ જો, તો પણ ફળશે નહીં.

જશોદા એ જણ્યો ન્હોતો,
તોય એને મળ્યો હતો,
અને રાધા જેને માટે રોઇ,
એજ કાન્હ ને  બેસી ખોઈ.

નરસૈંયા ના ભજનો માં,
પીડા નહીં ને ભક્તિ ઘણી,
એટલે જ હંમેશા આતુર મદદે,
આવ્યા હતા અલખધણી.

હસતાં મુખે પીરસી હતી,
વિદુરે એમને ભાજી,
ઠુકરાવી છપ્પન ભોગ દુષ્ટ દુર્યોધનના,
આરોગી કેશવે થઈ રાજી રાજી.

ઝંખ્યો  રુક્મિણી એ એને,
ન બની બિચારી, ન થઈ એ પરવશ,
નિભાવ્યો સંગ એ ગોવિંદ વ્હાલા,
ને કયાંક રડતી મીરાં ને વિષ ના પ્યાલા.

એટલે જ કહું છું દોસ્તો,
રડવું નહીં ને ટટળવું પણ નહીં.

કરજોડી ઉભી સખી દ્રૌપદી,
ન કરી આજીજી, ન કરી ભલામણ,
લાજ રહી તેની, ને મળી બીજાઓને શિખામણ.

સ્વપ્ન સેવો જરૂર,
ઝંખના કરો જરૂર,
સતત નિરંતર પ્રયત્ન કરો,
મળશે એ બધું જે હશે ચાહ્યું,
પણ માત્ર,
રોદણાં રોઇ રોઇ ને,
જીતશો પણ નહીં, ને જીવાશે પણ નહીં.

                                    🙏🏼🙏🏼





માણસ બનવાનું રહી ગયું.

મળી ગયાં શબ્દો પણ....
આકાર આપવાનું રહી ગયું
બીજાંને કહેતો રહ્યો ને....
ખુદને જગાડવાનું રહી ગયું

રચ્યોપચ્યો રહ્યો.....
માયા, મમતા ને લોભમાં
બધાંની ઓળખાણો કાઢી
આત્માને ઓળખવાનું રહી ગયું

દોડતો રહ્યો છું
રાત દિ' સદા સ્વાર્થ માટે
પરમાર્થ જ પાર પાડશે
એ વાત જાણવાનું રહી ગયું

બધાં સંબંધ છે
જન્મથી મૃત્યુ સુધીનાં
ખબર હોવાં છતાં
મનને સમજાવવાનું રહી ગયું

અંધ બની ભાગતો રહ્યો
દોલત પાછળ સદા
માયા માટી છે ખબર હતી
છતાં ચેતવાનું રહી ગયું

પૂજ્યા ઘણાં મેં દેવ
પથ્થર તણાં ચારેકોર
ઘરમાં બેઠેલાં ભગવાનને
યાદ કરવાનું રહી ગયું

અંતે એક વાતનો
અફસોસ રહી ગયો જીવનમાં
આવ્યાં હતાં માનવ દેહમાં
ને.........
    *માણસ* બનવાનું રહી ગયું
.

સૂર્ય ગ્રહણ સવંત 2076 પોષવદ 30 તા.26.12.2019.ગુરૂવાર સુર્ય ગ્રહણ

સવંત 2076 પોષવદ 30
તા.26.12.2019.ગુરૂવાર
સુર્ય ગ્રાહણ..છે
સ્પર્શ તા.26.12.19.ગુરુવારે
સવારે 8.અને 8.મીનીટે
થાઇ છે
મોક્ષ.10=53.મીનીટે.થાઇ.છે
2.કલાક.45.મીનીટ ગ્રહણ છે
તા.25.12.19.બુધવારના
સાંજે.5.52.મીનીટ સુધી
પ્રસાદ લેવા છે
રાત્રે 3=58=મીનીટ સુધી
જલ લેવાશે
તા26=12=19.ગુરુવારે
સવારે 5=45=મીનીટે
મંગળા કરાવી લેવા
તા26=12=19=ગુરુવારે
સવારે 8=05=. મીનીટે
ઝારી બંટા તેમજ ભોગ સરાવી.લેવા

વિશેષ.પોતાના ગુરુદેવની
આજ્ઞા પ્રમાણે કરવુ

EDUCATIONAL INNOVATION FESTIVAL 2019 - 2020

EDUCATIONAL INNOVATION FESTIVAL 2019 - 2020
















EDUCATIONAL INNOVATION FESTIVAL 2019 - 2020

NPS REPRESENTATION

NPS REPRESENTATION.











NPS REPRESENTATION. 

LATEST GOVERNMENT CIRCULAR DATE #24/12/2019

તારીખ #૨૪/૧૨/૨૦૧૯ નાં પરિપત્રો.👇👇👇👍🏻



https://juniakholprimary4556.blogspot.com/


























       #લેટેસ્ટ પરિપત્રો તારીખ#૨૪/૧૨/૨૦૧૯. 

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...