SAMARTH - II પ્રોજેક્ટ માર્ગદર્શિકા





http://samarth2.inshodh.org/user/login



SAMARTH - II

 Home



Project Guide

પ્રોજેક્ટ માર્ગદર્શિકા

પ્રિય સહભાગીઓ,
અભિનંદન. આપ સમર્થ – ll કાર્યક્રમના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છો. અમે ઈચ્છીએ છીએ કે આ કાર્યક્રમમાં મેળવેલા અનુભવ અને ચિંતનની પ્રવૃત્તિઓના આધારે આપની વર્ગખંડની પ્રક્રિયાઓ સરળ બને અને આ નવીન પહેલથી શીખેલી બાબતો અને પદ્ધતિઓને આપ અપનાવો અને તેના થકી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યમાં તે મદદરૂપ બને.  આપ સૌ જાણો છો તેમ આ કાર્યક્રમનો ધ્યેય “Helping Students Learn, Through You” છે અને આ પ્રોજેક્ટ મોડ્યુલ થકી આપ તેના અમલીકરણની શરૂઆત કરશો. 
અહી પ્રોજેક્ટનો અર્થ એવો છે કે કોઈ એક પ્રવૃત્તિ આપ વર્ગખંડમાં કરો કે જે વિદ્યાર્થીઓમાં કોઈ એક અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવા માટેની હોય, અને સૌથી મહત્વની બાબત કે પ્રોજેક્ટ કરવામાં વિદ્યાર્થીઓની ભાગીદારી મહત્તમ રહે. વિદ્યાર્થીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવી અને તેઓ પ્રોજેક્ટ કાર્યમાંથી મહત્તમ રીતે પોતાની જાતે જ પ્રવૃત્તિઓ દ્વારા શીખી શકે તેની જવાબદારી શિક્ષકની છે. 
પ્રોજેક્ટ કાર્ય કેવી રીતે કરવું?

કોઈ એવી અધ્યયન નિષ્પત્તિ પસંદ કરો જેમાં વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવે છે, આપ તે વિદ્યાર્થીઓની એકમ કસોટી અને સત્રાંત કસોટીના આધારે નક્કી કરી શકો છો.

પસંદ કરેલી અધ્યયન નિષ્પત્તિના આધારે આપની જરૂરીયાત મુજબ તેના પર એક પ્રોજેક્ટ (પ્રવૃત્તિ) રચો.

ધ્યાન રાખો કે પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે જેમાં શિક્ષક કરતાં બાળકોનું યોગદાન વધુ હોય અને આપ ફક્ત એક માર્ગદર્શક તરીકે કાર્ય કરો.

આ પ્રવૃત્તિ પ્રમાણે આયોજન કરી અને તેનું વર્ગખંડમાં અમલીકરણ કરો. આપની પ્રવૃત્તિ માટે આપને ૨ અઠવાડિયા સુધીનો સમય મળશે.

આ પ્રવૃત્તિના ફોટા અને વિડીઓ લઇને રાખો અને અહી આપવામાં આવેલા ફોરમેટ મુજબ તેનું લખાણ પણ તૈયાર કરો. તમારે પ્રોજેક્ટનો અહેવાલ ગુજરાતીમાં બનાવવાનો રહેશે.

અંતમાં પ્રોજેક્ટનો અહેવાલ અને ફોટા સબમિટ કરો. આ સાથે આપ પ્રોજેક્ટ કાર્યના વિડીઓની લિંક પણ અમને મોકલી શકો છો. વિડીઓ લિંક મોકલવી ફરજીયાત નથી.

દરેક પ્રોજેક્ટનું અન્ય પાંચ સહભાગી શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે અને આપને તેનો ફીડબેક મોકલવામાં આવશે.

જે પ્રોજેક્ટ ગુણવત્તાની દ્રષ્ટિએ અસરકારક અને અન્ય શિક્ષકો માટે પણ ઉપયોગી જણાય તેવા હશે તેને ગુજરાતના અન્ય શિક્ષકો સુધી પહોંચાડવામાં આવશે, જેથી અન્ય શિક્ષકો/વિદ્યાર્થીઓ/શાળાઓ પણ આપના પ્રોજેક્ટ કાર્ય માંથી પ્રેરણા મેળવીને વિદ્યાર્થીઓ માટે કાર્ય કરી શકે. આ પ્રોજેક્ટની યોગ્ય ચકાસણી કર્યા બાદ www.inshodh.org અને Google Applicationનાં માધ્યમથી અન્ય શિક્ષકોને મદદરૂપ બને એ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પ્રોજેક્ટ સબમિટ કરવા માટેનું માળખું જાણીએ.

પ્રોજેક્ટનું નામ: (આપની પસંદગી મુજબ આપ પ્રોજેક્ટને નામ આપી શકો છો.)

આ પ્રોજેક્ટ કયા ધોરણનો છે?: (અહી આપે ૧ થી ૮ ધોરણમાંથી કોઈ એક ધોરણ પસંદ કરવાનું રહેશે.)

આ પ્રોજેક્ટ કયા વિષય પર છે?: (આપ અહી આપેલા વિષયો માંથી કોઈ એક વિષય પસંદ કરી શકશો.)

ધોરણ
વિષય
ધોરણ ૧
ગુજરાતી
ગણિત
ધોરણ ૨
ગુજરાતી
ગણિત
ધોરણ ૩
ગુજરાતી
ગણિત
પર્યાવરણ
ધોરણ ૪
ગુજરાતી
ગણિત
પર્યાવરણ
હિન્દી
અંગ્રેજી
ધોરણ ૫
ગુજરાતી
ગણિત
પર્યાવરણ
હિન્દી
અંગ્રેજી
ધોરણ ૬ થી ૮
ગણિત (સત્ર ૨)
વિજ્ઞાન
(સત્ર ૨)
સામાજિક વિજ્ઞાન

સત્ર: (આપે કરેલો પ્રોજેક્ટ કયા સત્રના એકમમાં આવે છે, તે સત્ર પસંદ કરવું)

એકમ: (આપે પસંદ કરેલા ધોરણ અને વિષય મુજબ આપને અહી એકમ લીસ્ટ જોવા મળશે, તેમાંથી આપનો પ્રોજેક્ટ જે એકમની અધ્યયન નિષ્પત્તિ પર આધારિત હોય, તે એકમ પસંદ કરો.)

કેટલા બાળકો સાથે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે?:(આ પ્રોજેક્ટ કરવા માટે વર્ગના જેટલા બાળકોનો (કુમાર અને કન્યા) સમાવેશ કરવામાં આવ્યો છે, તેમનો ફક્ત નંબર અહી લખો.)

આ પ્રોજેક્ટ બાળકોમાં કઈ અધ્યયન નિષ્પત્તિ/નિષ્પત્તિઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવ્યો છે?:(પ્રોજેક્ટ કરવાથી બાળકોમાં જે અધ્યયન નિષ્પતિઓ અથવા કુશળતાઓ સિદ્ધ થશે, તે અહી જણાવો.)

ધ્યેય: (Minimum 50 words Maximum 150માં લખવાનું રહેશે. અહી આપનો આ પ્રવૃત્તિ પસંદ કરવાનો હેતુ, તેનાથી આપ બાળકોને શું શીખવવા માંગો છો અને કેવી રીતે શીખવવા માંગો છો, તે સ્પષ્ટપણે દર્શાવવું.)

પ્રવૃતિનું વિગતવાર વર્ણન: (Minimum 150 words Maximum 300. અહી આપે પ્રોજેક્ટની પ્રવૃતિનું વિગતવાર વર્ણન કરવાનું છે, જેમકે પ્રવૃત્તિ કેવી રીતે?, કયા સાધનો/સાહિત્યની મદદથી?, કોના દ્વારા?, કેટલા સમયમાં કરવામાં આવી છે?, કઈ કઈ મુશ્કેલીઓ આવી અને કઈ કઈ બાબતોમાં ખાસ કાળજી લેવામાં આવી, તૈયારી કેવી રીતે કરવામાં આવી, વગેરે જેવી બાબતોનો સમાવેશ અહી થશે.)

મૂલ્યાંકન અને પરિણામ: (Minimum 100 words Maximum 200, અહી આપે પ્રવૃત્તિનું મૂલ્યાંકન/વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે કર્યું અને તેમાં આપને શું પરિણામ જોવા મળ્યા, તે દર્શાવવાનું છે.)

ચિંતન: (Minimum 100 words Maximum 200. અહી આપના દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિ શીખવા- શીખવવાની બાબતોમાં કેટલી અસરકારક છે અને અન્ય શિક્ષકો/બાળકો/શાળાઓમાં આ પ્રવૃત્તિ કેવી રીતે મદદરૂપ થઇ શકે, તેની સ્પષ્ટતા કરવાની છે, જેથી અન્ય શિક્ષકોને પણ આ પ્રોજેક્ટ કાર્યની અસરકારકતા વિષે ખ્યાલ આવે.)

પ્રોજેક્ટનું મૂલ્યાંકન કેવી રીતે થશે?
૧. દરેક સહભાગીને પાંચ અહેવાલોનું મૂલ્યાંકન કરવાનું કહેવામાં આવશે. મૂલ્યાંકન માટેનું માળખું આ નોંધના અંતે આપવામાં આવ્યું છે.
૨. જ્યારે અમે તમને પ્રોજેક્ટ્સ મોકલીશું, ત્યારે અમે પ્રોજેક્ટ રીવ્યુ ટેબમાં મેસેજ આપીશું કે મૂલ્યાંકન માટેની સમય સીમા કઈ છે. અને એક sms દ્વારા પણ આપને જાણ કરવામાં આવશે.
૩. પાંચ સહભાગીઓ દ્વારા મૂલ્યાંકન પૂર્ણ કરવામાં આવશે, ત્યારબાદ આપને તેનો ફીડબેક મોકલવામાં આવશે.
૪. એટલે કે આપનો પ્રોજક્ટ અન્ય ૫ સહભાગીઓ પાસે રીવ્યુ માટે જશે અને આપને અન્ય ૫ સહભાગીઓના પ્રોજેક્ટ રીવ્યુ માટે મળશે. રીવ્યુ માટે મળેલા પ્રોજેક્ટમાં શિક્ષકની માહિતી ગુપ્ત રાખવામાં આવશે, એટલે કે રીવ્યુ કરનાર શિક્ષકને નહિ ખબર હોય કે આ ક્યા શિક્ષકનો પ્રોજેક્ટ છે અને જે શિક્ષકનો પ્રોજેક્ટ રીવ્યુ થયો છે તેમને નહિ ખબર હોય કે આ પ્રોજેક્ટ કોના દ્વારા રીવ્યુ થયો છે.
પ્રોજેક્ટનાં મૂલ્યાંકનનું માળખું અને ગુણવત્તાના ધોરણો
તમારાં અહેવાલનું માળખું અને સહભાગી-મૂલ્યાંકનકારોએ મૂલ્યાંકન દરમ્યાન શું જોવાનું છે, તે નીચેના કોષ્ટકમાં આપવામાં આવ્યું છે.

ગુણવત્તાના ધોરણો
અહેવાલમાં સુધારાની જરૂર છે
લક્ષ્ય મુજબનો અહેવાલ છે.
અહેવાલ શ્રેષ્ઠ છે
ધ્યેય
ધ્યેય સ્પષ્ટ રીતે દર્શાવેલા નથી
ધ્યેયો સ્પષ્ટપણે જણાવેલા છે અને શીખવા-શીખવવાસાથે સંબંધિત છે
ધ્યેયો સ્પષ્ટપણે અંકિત કરેલા છે, શીખવા-શીખવવા સાથે સંબંધિત છે અને  ક્રિયાત્મક સંશોધનની માહિતી આપે છે.
પદ્ધતિ
માહિતીના માત્ર એક કે બે સ્ત્રોત
હાલના વર્ગખંડમાંથી પૂરતા પ્રમાણમાં માહિતીના સ્ત્રોતો
હાલના વર્ગખંડમાંથી ઘણાં માહિતીના સ્ત્રોતો (કેસ સ્ટડી) અથવા અન્ય સંબંધિત સ્રોતો સાથે સરખાવેલી ઘણી માહિતી આપવામાં આવી છે. (દા.ત. ગયા વર્ષનો વર્ગ, શાળામાં બીજો વર્ગ, રાજ્યની માહિતી)
મૂલ્યાંકન અને પરિણામ
પરિણામો યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા નથી
પરિણામો સારા વર્ણન અને ગ્રાફ, વગેરે દ્વારા દર્શાવવામાં આવ્યા છે
પરિણામોમાંથી ચાવીરૂપ   તારણો નીકળે છે. સારા વર્ણન અને ગ્રાફ, વગેરે દ્વારા સ્પષ્ટ અને સચોટ રૂપે જાણકારી આપવામાં આવી છે.
ચિંતન
શીખવા-શીખવવાને બાબતે પોતાના વર્ગખંડ સબંધિત કોઈ ચર્ચા નથી
વર્ગખંડમાં પરિણામોની પોતાના શીખવા-શીખવવા પર કેટલી અસર થાય છે તે વિષે ચર્ચે છે
પરિણામો પોતાના  વર્ગખંડમાં શીખવા-શીખવાની બાબતે કેટલા અસર કરે છે અને અન્ય શાળાઓમાં શીખવાની બાબતો અંગે ચર્ચા કરે છે. ભવિષ્યના પ્રશ્નોને પણ ઓળખે છે.


સ્ત્રોત: આ કોષ્ટક મેટીટેલ, જી. (૨૦૧૨) માંથી લેવામાં આવ્યું છે. ધી વ્હોટ, વ્હાય એન્ડ હાઉ ઓફ કલાસરૂમ એક્શન રિસર્ચ. જર્નલ ઓફ ધી સ્કોલરશીપ ઓફ ટીચિંગ એન્ડ લર્નિગ, ૨(૧), ૬-૧૩.  shorturl.at/lwLRW માંથી લેવામાં આવ્યું છે.
PROCEED

© 2019. Educational Innovations Bank - All Rights Reserved10.0.2.151

No comments:

Post a Comment

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...