SAMARTH ONLINE PROFESSIONAL DEVELOPMENT OF TEACHER 2019



આપ સૌ શિક્ષકો હવે સમર્થ ll નાં અંતિમ તબક્કા એટલે કે પ્રોજેક્ટ સુધી પહોચી ગયા હશો. પ્રોજેક્ટ સંબંધિત અને પ્રમાણપત્ર સંબંધિત અમુક પ્રશ્નો જે શક્ષકોનાં આવી રહ્યા છે તેના જવાબ આપ આ પોસ્ટ માં મેળવી શકશો. જે અન્ય શિક્ષકો ને સમસ્યા હોય તેમની સાથે આ પોસ્ટ શેર કરવા વિનંતી.
૧. પ્રોજેક્ટ કયા વિષય પર કરવાનો છે?
જવાબ - આપનાં વર્ગખંડમાં આપના વિષયમાં બાળકોને જે અધ્યયન નિષ્પત્તિ માં મુશ્કેલી પડતી હોય તે ટોપિક પસંદ કરી તેનાં પર પ્રોજેક્ટ કાર્ય કરવાનું રહેશે.
૨. પ્રોજેક્ટ કરવો ફરજીયાત છે?
જવાબ - હા, તો જ આપ આગળ જઈ શકશો અને આપનું ઈ-પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો.
૩. પ્રોજેક્ટની માહિતી ગુજરાતી માં લખવી કે અંગ્રેજીમાં?
જવાબ - ગુજરાતીમાં
૪. હું પ્રોજેક્ટ સબમિટ કરું છું તો સીધું લોગીન પેજ બતાવે છે? શું કરવું?
જવાબ - જો આપ એક કલાક ની અંદર પ્રોજેક્ટનું લખાણ પૂર્ણ કરીને સબમિટ નથી કરતા એટલે એવું થાય છે. કેમકે ૧ કલાક સુધી જો કોઈ વ્યક્તિ કોઈ એક જ સ્ક્રીન પર રહે તો વેબ એવું સમજે કે અહી કોઈ વ્યક્તિ છે નહિ અને ફક્ત પેજ ઓપન કરી ને જતું રહ્યું છે. તેથી આપ જો પ્રોજેક્ટનું લખાણ ૧ કલાક માં પૂર્ણ કરી દેશો તો આવું અહીં થાય અથવાતો પહેલે થી આપનું લખાણ વર્ડ ફાઈલમાં લખી રાખો અને ત્યાંથી કોપી કરી ને પ્રોજેક્ટ માં પેસ્ટ કરો જેથી આપ જલદ તે પૂર્ણ કરી શકો.
૫. મારો પ્રોજેક્ટ સબમિટ થઇ ગયો છે હવે શું કરવાનું બાકી છે?
જવાબ - આપને ટૂંક સમયમાં પ્રોજેક્ટ રીવ્યુ માટેનો sms મોકલવામાં આવશે આપે ૨ દિવસમાં પ્રોજેક્ટ રીવ્યુ પૂર્ણ કરવાનું રહેશે.
તે પૂર્ણ કર્યા બાદ ફીડબેક માટેનું એક ફોર્મ ખુલશે જેમાં આપે સમર્થ - ll માટે તેના આયોજન માટે અને તેમાં આપેલા સાહિત્ય માટે આપનો ફીડબેક  આપવાનો રહેશે.
ત્યારબાદ પોસ્ટટેસ્ટ પૂર્ણ કરીને આપ આપનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો.
6. પ્રમાણપત્ર ડાઉનલોડ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી?
જવાબ - પ્રમાણપત્ર માટે આપની માહિતી ત્યાં આપેલા બોક્સ માં અંગ્રેજીમાં અને સાચા સ્પેલિંગ માં લખવી કેમકે આપ જે માહિતી આપશો તે જ પ્રમાણપત્રમાં આવશે. અને એક વાર આપ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી લેશો પછી તેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરી શકશે નહિ. અહીથી પણ અમે આપને કોઈ મદદ કરી શકશું નહિ.
૭. છેલ્લી તારીખ કઈ છે?
જવાબ  - ૩૧/૧૨/૨૦૧૯
૮. ચાલો ચિંતન કરીએ ક્યાં દેખાય છે?
જવાબ - દરેક મોડ્યુલની અંદર ટોપિક લીસ્ટ ની નીચે છે.
૯. મારે પ્રોજેકટ ખૂલતો નથી શું કરવું?
જવાબ - જ્યાં સુધી આપ દરેક મોડ્યુલ 100% અને ચાલો ચિંતન કરીએ પૂર્ણ નહિ કરો ત્યાંસુધી આપ પ્રોજેક્ટમાં આગળ નહિ વધી શકો.

No comments:

Post a Comment

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...