https://youtu.be/c0PJ2lOp9Zo
સમર્થ તાલીમ માટે પ્રોજેક્ટ વર્ક
(1) પ્રોજેક્ટ નું નામ :- ધનાકારો નું પ્રત્યક્ષીકરણ.
(2) આ પ્રોજેક્ટ કયા દ્યોરણ નો છે? :- 8
(3) આ પ્રોજેક્ટ કયા વિષય પર છે? :-ગણિત
(4) સત્ર :- 2
(5) એકમ :- ધનાકારો નું પ્રત્યક્ષીકરણ
(6) કેટલા બાળકો સાથે આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે? :- 16
(7) કુમાર :- 10
(8) કન્યા :- 6
(9) આ પ્રોજેક્ટ બાળક માં કઈ અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરવા માટે કરવામાં આવ્યો છે ? :- સમયલીય આકૃતિઓ, ધનાકારો ની સંકલ્પના સમજે.
(10) ધ્યેય :- ધનાકારો નું પ્રત્યક્ષીકરણ પ્રોજેક્ટ અંતર્ગત બાળકો ધનાકારો નાં આકારો નેઓળખેછે. સમધન,લંબધન,પ્રિઝમ,પિરામિડ,જેવા આકારો જાણે છે. ધનાકારો માં ફલક,ધાર,અને શિરોબિદું વિશે જાણે છે.આપણી આસપાસ જોવા મળતી જગ્યા નું નકશા સ્વરૂપે વર્ણન કરી શકે. ત્રિ-પરિમાણ્વિય આકારો વિશે જાણે. અને સમજી શકે. દરેક બહુફલક કેટલી બાજુઓ ,શિરોબિદુંઓ, અને ધાર છે તે જાણે અને સમજી શકે જેથી ભવિષ્યમાં તેને તે માહિતી ઉપયોગી થઈ શકે.
(11) પ્રવૃતિ નું વિગતવાર વર્ણન :- આ પ્રવૃત્તિ શાળા માં ભણાવતી વખતે ચાર્ટ બનાવવામાં આવ્યા. જેમાં સમધન,લંબધન, જેવા આકારો દોરવામાં આવ્યા. જેમાં જુદા જુદા સ્તરનાં ચિત્રો દોરી આકારો સમજાવવા માં આવ્યા. આ પ્રવૃત્તિ સમજાવવા માટે બાળકો ને શાળા માં ઉપલબ્ધ સાધન-સામગ્રી નો પરિચય કરાવવામાં આવ્યો. જેનાથી તે પૂરતા વાકેફ થાય.શાળા માં ઉપલબ્ધ બ્લેકબોર્ડ, કંપાસબોક્સ,ડસ્ટર,જેવા સાધનો ને પ્રત્યક્ષ બતાવી ને તેના આકારો થી માહિતગાર થયા. વિજ્ઞાન પ્રયોગ શાળા માં આ ઉપરાંત બીજા ભૌમિતિક આકારો જેવા કે સમધન,લંબધન,પ્રિઝમ, નળાકાર, ચોરસ પાયાવાળો પિરામિડ,ચોરસ પાયાવાળો પ્રિઝમ, ત્રિકોણીય પિરામિડ, ત્રિકોણીય પ્રિઝમ,જેવા આકારો નું પ્રદર્શન ગોઠવી માહિતગાર કરવાંમાં આવ્યા. આ પ્રવૃત્તિ અંતર્ગત શાળા નાં ભૌમિતિક આકારો નાં ચાર્ટ બનાવવામાં આવ્યા. ત્યારબાદ પોતાનાં ગામ નો નકશો,શાળા નો નકશો, વર્ગખંડ નો નકશો દોરી તેમાં આવતાં સમધન, લંબધન જેવાં ધનાકારો થી માહિતગાર કરવામાં આવ્યાં. યુલર નું સુત્ર બાળકો ને ગાણિતિક સાબિતી દ્વારા સમજાવવા માં આવ્યું. ત્યારબાદ દરેક ધનાકારો માં ધાર,બાજુ,અને શિરોબિદું ની સુત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી. આ પ્રવૃત્તિ કરવાથી બાળકો માં 3D આકૃતિઓ કેવી આવે તેનાં વિશે જાણકારી પ્રાપ્ત થઈ. જે ભવિષ્યમાં તેમને રોજબરોજ અવનવા પ્રયોગો સમજવાં માં ખૂબ જ ઉપયોગી નીવડશે.
(12) મૂલ્યાંકન અને પરિણામ :- આ પ્રવૃત્તિ ને અંતે બાળકો જે શીખવા અને સમજવા તેનો એક ટેસ્ટ MCQ આધારિત લેવામાં આવ્યો. જેમાં 16 બાળકો એ ભાગ લીધો હતો. કસોટી પત્રમાં કુલ 25 પ્રશ્નો કાઢવામાં આવ્યા હતા. તથા મૌખીક પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી. તેમાં ખૂબ જ અસરકારક પરિણામ જોવા મળેલ છે. મોટાભાગના બાળકો એ MCQ અને મૌખિક કસોટી નાં સાચા જવાબ આપ્યા. કુલ 13 બાળકો એ ખૂબ જ સારા જવાબ આપેલ છે. જે ખૂબ સારી બાબત છે. પ્રોજેક્ટ થી બાળકો નાં જ્ઞાનમાં ધણો અને નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. આ પ્રવૃત્તિ ને અંતે બાળકો જે શીખવા અને સમજવા તેનો એક ટેસ્ટ MCQ આધારિત લેવામાં આવ્યો જેમાં 13 બાળકો એ ભાગ લીધો હતો તેનાં પણ ઉત્તમ પરિણામ જોવા મળેલ છે.
(13) ચિંતન :- આ પ્રોજેક્ટ કરાવવા પાછળ નું કારણ એ હતું કે જ્યારે પહેલા બાળકને ગણિત માં ધનાકારો નું પ્રત્યક્ષીકરણ એકમ સમજાવવા માં આવ્યો ત્યારે બાળકો નિરસ થઈને ભણતાં હતાં પરંતુ આ પ્રોજેક્ટ કરી ચાર્ટ બનાવવામાં આવ્યા. બાળકો દ્વારા વિવિધ ભૌમિતિક આકારો જાતે બનાવવામાં આવ્યા. બાળકો ને ભૌમિતિક આકારો બનાવવામાં ભાગીદાર બનાવવામાં આવ્યા ત્યારે બાળકો એ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પહેલા બાળકો જવાબ આપવામાં પણ ભૂલો કરતાં હતાં પરંતુ આ પ્રોજેક્ટ કર્યા બાદ બાળકો માં ખુબ સુંદર ફેરફારો જોવા મળેલ છે. લગભગ 16 માંથી 13 બાળકો ખુબ સરસ જવાબ આપી શકે છે.
Nice activities khub j saras
ReplyDeleteTHANKS SIR
DeleteVery nice... Selection
ReplyDeleteઆભાર સાહેબ 🙏🙏🙏
DeleteSuperb
ReplyDeleteઆભાર સાહેબ 🙏🙏🙏
DeleteSuperb
ReplyDeleteઆભાર સાહેબ 🙏🙏🙏
Delete