સમર્થ પ્રોજેક્ટ SAMARTH PROJECT શાંતિ ની શોધમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી દ્યોરણ ૬ સત્ર ૨

https://youtu.be/Js97idoIQ3s


SAMARTH ONLINE PROFESSIONAL DEVELOPMENT OF TEACHER TRAINING 2019

PROJECT WORK FOR SOCIAL SCIENCE 

સમર્થ પ્રોજેક્ટ શાંતિ ની શોધમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી દ્યોરણ ૬ સત્ર ૨






સમર્થ તાલીમ માટે પ્રોજેક્ટ વર્ક 

(1) પ્રોજેક્ટ નું નામ :- શાંતિ ની શોધ માં 

(2) આ પ્રોજેક્ટ કયા દ્યોરણ નો છે? :- 6

(3) આ પ્રોજેક્ટ કયા વિષય પર છે? :-
સામાજિક વિજ્ઞાન 

(4) સત્ર :- 2

(5) એકમ :- શાંતિ ની શોધ માં : બુદ્ધ 
   અને મહાવીર 

(6) કેટલા બાળકો સાથે આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે? :- 16

(7) કુમાર :- 14

(8) કન્યા :- 2

(9) આ પ્રોજેક્ટ બાળક માં કઈ અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરવા માટે કરવામાં આવ્યો છે ? :- ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે જાણે 






(10) ધ્યેય :- આ પ્રોજેક્ટ અંતર્ગત આપણાં જે 6ઠ્ઠી સદી નાં સુધારકો છે; જેમકે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે જાણે. ગૌતમ બુદ્ધ નાં પિતા કોણ હતાં, ત્યારે કેવી શાસન વ્યવસ્થા અસ્તિત્વમાં હતી.ત્યારે તે જાતિઓને કયા નામ આપવામાં આવતાં હતાં ગૌતમ બુદ્ધ નાં પિતા નું નામ, તેમની માતા નું નામ, તેમની પત્ની નું નામ, તેમનાં બાળક નું નામ જાણે. ગૌતમ બુદ્ધે શા માટે ગૃહત્યાગ કર્યો? ગૃહત્યાગ કર્યો ત્યારે તેમની પાસે કોણ હતું? તે વિશે જાણે અને સમજે. ગૃહ ત્યાગ બાદ તેઓ ક્યાં ગયા તથા તેઓને કયાં જ્ઞાન પ્રાપ્ત થયું? તેઓએ પ્રથમ ઉપદેશ કયાં આપ્યો? તેઓએ આપેલા ચાર આર્ય વિશે સમજે. ગૌતમ બુદ્ધે આપેલા ઉપદેશ વિશે જાણે તેઓ કયાં નિર્વાણ પામ્યા તે વિશે જાણે. મહાવીર સ્વામી નો જન્મ કયાં થયો હતો? તેમનાં પિતા નું નામ શું હતું? તેમની માતા નું નામ, તેમની પત્ની નું નામ, તેમની બાળકી નું નામ વિશે જાણે. તેઓએ શા માટે ગૃહત્યાગ કર્યો તે વિશે સમજે. તેઓને કયાં જ્ઞાન પ્રાપ્ત થયું? તેઓએ કેવો ઉપદેશ આપ્યો? લોકો ને ધર્મ તરફ કેવી રીતે ખેંચ્યા? તેઓએ કયો ધર્મ અપનાવ્યો તથા તેઓ કયાં નિર્વાણ પામ્યા વગેરે વિશે સમજે.




(11) પ્રવૃતિ નું વિગતવાર વર્ણન :- આ પ્રવૃત્તિ અંતર્ગત શાળા માં ભણાવતી વખતે શાળા નાં બાળકો ને ભાગીદાર બનાવી ચાર્ટ બનાવવામાં આવ્યા. આ ચાર્ટ માં ગૌતમ બુદ્ધ અંગે નો પરિચય લખવામાં આવ્યો. જેમાં ગૌતમ બુદ્ધ નાં પિતા નું નામ, માતા નું નામ, તેમનું બાળપણ નું નામ, તેમની પત્ની નું નામ, તેમનાં બાળક નું નામ, તેમણે શા માટે ગૃહત્યાગ કર્યો, તેમને કયાં જ્ઞાન પ્રાપ્ત થયું, તેમણે કયાં ઉપદેશ આપ્યો, તેમણે આપેલા ચાર આર્ય તથા તે કયાં નિર્વાણ પામ્યા વગેરે ની માહિતી લખવામાં આવી. મહાવીર સ્વામી નો જન્મ કયાં થયો, તેમની  માતા નું નામ, તેમનાં પિતા નું નામ, તેમની પત્ની નું નામ, તેમની પુત્રી નું નામ તથા તેમનું બાળપણ નું નામ લખવામાં આવ્યું. તેઓએ શા માટે ગૃહત્યાગ કર્યો,કેટલા વર્ષ ઉંમરે ગૃહત્યાગ કર્યો,કયાં ગયાં? કયાં તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ વગેરે જેવી તથા તેઓ કયાં નિર્વાણ પામ્યા વગેરે ની માહિતી ચાર્ટ ઉપર લખવામાં આવી, બાળકો દ્વારા આ ચાર્ટ નું નિદર્શન વર્ગ સમક્ષ કરવામાં આવ્યું. બાળકો દ્વારા વર્ગ માં ગૌતમ બુદ્ધ નાં પાત્ર આધારિત નાનું નાટક પણ રજુ કરવામાં આવ્યું જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.





(12) મુલ્યાંકન અને પરિણામ :- આ પ્રવૃત્તિ ને અંતે બાળકો ને જે વર્ગખંડમાં ભણાવવા માં આવ્યું અને જે ચાર્ટ બનાવવામાં આવ્યા તથા જે નાટક કરવામાં આવ્યું  તેમાં બાળકોએ ખૂબ  ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. બાળકો ખૂબ જ રસપૂર્વક આ એકમ ભણ્યા હતા અને  વિવિધ પ્રવૃત્તિ માં પણ ખૂબ જ રસ થી ભાગ લેતાં હતાં. આ પ્રવૃત્તિ ને અંતે બાળકો ની એક લેખિત અને મૌખિક કસોટી લેવામાં આવી,તેમાં 25 ગુણ ની M.C.Q. આધારિત કસોટી લેવામાં આવી, આ કસોટી માં બાળકો એ ખૂબ જ રસ થી જવાબ આપેલા છે. જે બાળકો આ પ્રવૃત્તિ માં જોડાયેલા હતા તેના 90% બાળકો એ 25 પ્રશ્નો નાં સાચા જવાબ આપેલા છે. જે ખૂબ જ સુંદર પરિણામ છે. મૌખિક કસોટી માં પણ 20 ગુણ ની કસોટી લેવામાં આવી હતી તે કસોટી માં પણ લગભગ 92% પરિણામ જોવા મળેલ છે. બાળકો એ આ કસોટી માં પણ રમતા - રમતા અને ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. 
      ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી નો જે એકમ છે,જે મોટે ભાગે બાળકો ને કંટાળાજનક લાગે છે પરંતુ આ નવતર પ્રયોગ થી બાળકો એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને ખૂબ જ ઉત્સાહ થી શીખ્યા. આ પરથી તારણ નીકળે છે કે, જો બાળકો ની સાથે આવી પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ આપવામાં આવે તો પરિણામ ખૂબ જ સારા પ્રાપ્ત થાય છે.




(13) ચિંતન :- શાંતિ ની શોધ માં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે જયારે વર્ગખંડમાં ચોક એન્ડ ટોક દ્વારા ભણાવવા માં આવે છે,ત્યારે બાળકો નીરસ બને છે. બાળકો ને ખૂબ જ કંટાળો આવે છે. પરંતુ જો આવાં નવા નવા પ્રયોગો કરવામાં આવે જેમ કે, ચાર્ટ બનાવવો અને તેમાં બાળકો ની ભાગીદારી તથા બાળકો દ્વારા જ ચાર્ટ દ્વારા નિદર્શન કરવામાં આવે છે ત્યારે બાળકોની સર્જનાત્મક શક્તિ નો વિકાસ થાય છે. નેતૃત્વ નો વિકાસ થાય છે. સાથે સાથે જે વિષય-વસ્તુ નું જે નિરૂપણ રજુઆત કરવાની છે તે પણ ખૂબ જ છટાદાર રીતે કરે છે. બાળકો માં આત્મવિશ્વાસ વધે છે. બાળકો એ પોતે પ્રવૃત્તિ કરીને શીખે છે. નાટક દ્વારા રજુઆત કરે છે. તેથી તેમનો ડર પણ દૂર થાય છે. અને શીખેલ વિષય-વસ્તુ લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. બાળકો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે આ એકમ માં ખૂબ જ સારી રીતે શીખ્યા અને લાંબા સમય સુધી તેમને યાદ રહેશે. કદાચ જીવન ભર તે ભુલી શકશે નહીં. આવા નવતર પ્રયોગ થી બાળકો ની વિચારશક્તિ, નેતૃત્વ, દ્રઢતા, રજુઆત કરવાનું કૌશલ્ય, સહકાર ની ભાવના, બધા ને સાંભળવાની ક્ષમતા, જેવા લક્ષણો નો વિકાસ થાય છે. આ એકમ બાળકો જાતે પ્રવૃત્તિ દ્વારા શીખેલ છે. શિક્ષકે તેઓને માત્ર PUSH કરેલ છે. છતાં બાળકો ખૂબ જ સારી રીતે ઉત્સાહ થી શીખ્યા છે. જે ખૂબ જ સારી બાબત કહેવાય. જો આવાં પ્રોજેક્ટ કરવામાં આવે તો બાળકો ની સુષુપ્ત શક્તિઓનો પણ વિકાસ થાય છે.

No comments:

Post a Comment

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...