ડો. ટી. એસ. જોષી નિયામક GCERT, ગાંધીનગર




પ્રિય સારસ્વત મિત્રો, 
પ્રાથમિક શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષકો અને વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે ઘણા શિક્ષકો અવારનવાર પોતાના બ્લોગ પર વિવિધ સામગ્રી મૂકતા હોય છે. અને ઘણા શિક્ષકો એનો ઉપયોગ પણ કરે છે. 
જો કે કેટલીકવાર આવી અનધિકૃત સામગ્રી વિદ્યાર્થીઓને નુકસાન પણ કરે છે. 



                                



આપ સૌ જાણો છો એ મુજબ અત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વાચન અર્થગ્રહણ અભિયાન ચાલી રહ્યું છે. આ અંતર્ગત ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓને 'ભાષાદીપ' અભ્યાસ પોથી આપવામાં આવી છે. ભાષાદીપમાં આપવામાં આવેલી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ જૂથમાં , જોડીમાં કે વ્યક્તિગત રીતે જાતે જ કરે તે અપેક્ષિત છે. આ પ્રવૃત્તિઓ અંતર્ગત વિદ્યાર્થીઓએ જવાબો લખવા માટે જાતે મથવાનું છે, વિચારવાનું છે અને વ્યક્ત થવાનું છે. શાળાઓમાં વિદ્યાર્થીઓને દરરોજ એકાદ કલાક આવા મનોયત્ન કરવા પડે તે રીતે ભાષાદીપની પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. ઘણા શિક્ષકો તરફથી દરરોજ ભાષાદીપ અંગે ખૂબ પ્રોત્સાહક પ્રતિભાવો પણ મળે છે. 



                                




જો કે કેટલાક ટેકનોસેવી બ્લોગર મિત્રો આ અભિયાનના હેતુને સમજ્યા વગર પોતાના બ્લોગમાં જવાબો લખે છે અને સોશિયલ મીડિયા દ્વારા એનો પ્રચાર પ્રસાર કરે છે. તેથી ઘણા શિક્ષકો પણ વર્ગમાં વિદ્યાર્થીઓને વિચારવાની, જાતે મથવાની તક આપ્યા વગર બ્લોગ મુજબના જવાબો કોપી કરાવી દે છે. 
જે બ્લોગર મિત્રો આ રીતે જવાબો લખીને પ્રકાશિત અને પ્રસારિત કરે છે તેમને વિનંતી છે કે વિદ્યાર્થીઓ પાસેથી વિચારવાની, વિકસવાની અને જ્ઞાનસર્જનની તકો છીનવવાનું પાપકર્મ ન કરો. 


                            




બજારમાં ઉપલબ્ધ કેટલાંક ખાનગી પ્રકાશનો દ્વારા પણ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો પ્રકાશિત કરવામાં આવે છે. જેનાથી પણ વિદ્યાર્થીઓને નુકસાન થાય છે. ખાનગી પ્રકાશકો દ્વારા પોતાના નાણાંકીય સ્વાર્થ માટે આવું પાપ થતું હોય છે. 

તેથી તમામ શિક્ષક મિત્રોને વિનંતી છે કે વાચન અર્થગ્રહણ અભિયાનના હેતુને સમજીએ. કોઈ પણ બ્લોગ કે અન્ય માધ્યમથી આવેલા જવાબો આપણા વિદ્યાર્થીઓને ન લખાવીએ. 
શક્ય છે કે કેટલાક બ્લોગર મિત્રો પોતાના નાણાંકીય સ્વાર્થ માટે બ્લોગ પર જવાબો પ્રકાશિત કરવાનું પાપ કરતા હોય, પરંતુ આપણે એવા બ્લોગ પરથી નકલ કરાવીને એવા પાપના ભાગીદાર ન બનીએ. 
ધન્યવાદ.

ડો. ટી. એસ. જોષી
નિયામક 
GCERT, ગાંધીનગર

No comments:

Post a Comment

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...