સમર્થ પ્રોજેક્ટ શ્રી ઢીંમડા પ્રા.શાળા સામાજિક વિજ્ઞાન પર્યાવરણીય પ્રદુષણ ની સજીવ સૃષ્ટિ પર થતી અસરો ૨૦૧૯.

સમર્થ પ્રોજેક્ટ શ્રી ઢીંમડા પ્રા.શાળા સામાજિક વિજ્ઞાન પર્યાવરણીય પ્રદુષણ ની સજીવ સૃષ્ટિ પર થતી અસરો ૨૦૧૯.


https://youtu.be/QNpM68tu2U0












સમર્થ તાલીમ માટે પ્રોજેક્ટ વર્ક 

(1) પ્રોજેક્ટ નું નામ :-  પર્યાવરણીય પ્રદુષણ. 

(2) આ પ્રોજેક્ટ કયા દ્યોરણ નો છે? :- 8

(3) આ પ્રોજેક્ટ કયા વિષય પર છે? :- સામાજિક વિજ્ઞાન

(4) સત્ર :- 2

(5) એકમ :- પ્રદુષણ ની સજીવ સૃષ્ટિ પર થતી અસરો.

(6) કેટલા બાળકો સાથે આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે? :- 20

(7) કુમાર :- 14

(8) કન્યા :- 6

(9) આ પ્રોજેક્ટ બાળક માં કઈ અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરવા માટે કરવામાં આવ્યો છે ? :-  પર્યાવરણીય પ્રદુષણ થવાનાં કારણો અને અસરો વિશે જણાવી શકશે.

પર્યાવરણીય પ્રદુષણ નિવારવા નાં ઉપાયો જણાવી શકશે.






(10) ધ્યેય :- પ્રદુષણ ની સજીવ સૃષ્ટિ પર થતી અસર પ્રોજેક્ટ અંતર્ગત બાળકો પ્રદુષણ વિશે જાણે છે. પ્રદુષણ નાં વિવિદ્ય પ્રકારો જેવા કે, ભુમિ પ્રદુષણ, જલ પ્રદુષણ, હવા નું પ્રદુષણ જેવા પ્રદુષણ વિશે જાણે અને સમજે.






(11) પ્રવૃતિ નું વિગતવાર વર્ણન :- આ પ્રવૃત્તિ શાળા માં ભણાવતી વખતે ચાર્ટ બનાવવામાં આવ્યા. જેમાં પ્રદુષણ નાં વિવિદ્ય પ્રકારો જેમાં હવાનું પ્રદુષણ, જલ પ્રદુષણ, ભુમિ પ્રદુષણ વિશે સમજાવવામાં આવ્યું.  આ પ્રવૃત્તિ સમજાવવા માટે બાળકો ને શાળા માં ઉપલબ્ધ સાધન-સામગ્રી ઉપરાંત ચોખ્ખા પાણી ને ગ્લાસ માં લઈ તેમાં કોઈ અશુદ્ધી ઉમેરવા માં આવે તો તે પાણી ગંદુ થઈ જાય છે તેનાં દ્વારા પાણી નું પ્રદુષણ સમજાવવામાં આવ્યું.જેનાથી તે પૂરતા વાકેફ થાય. ભુમિ નું પ્રદુષણ સમજાવવા માટે જમીન માં દટાયેલો કચરો બતાવી તે જમીન ને કેવી રીતે હાની કરે છે તેની વિસ્તૃત રીતે  માહિતગાર કરવાંમાં આવ્યા. હવાનું પ્રદુષણ સમજાવવા માટે બાળકો ને બતાવવામાં આવ્યું કે, જ્યારે શાળા માં કચરો બાળવામાં આવે કે, જ્યારે કોઈ પદાર્થ પુરેપુરો દહન ના પામે ત્યારે તે વાયુ પ્રદુષણ કરે છે. પ્રદુષણ નાં વિવિદ્ય પ્રકારો સમજાવી બાળકો ને તે વિશે માહિતગાર કરવામાં આવ્યાં. આ ઉપરાંત ધ્વનિ પ્રદુષણ વિશે સમજાવવામાં આવ્યું કે જે, આજકાલ મોટી સાઉન્ડ સીસ્ટમ એન્ડ ડી.જે. દ્વારા ધ્વનિ પ્રદુષણ ફેલાવે છે. જે આપણાં કાન ને નુકશાન કરે છે. ધ્વનિ પ્રદુષણ થી ધોંધાટ નાં કારણે બહેરાશ ઉપરાંત માનસિક તણાવ ઉત્પન્ન થાય છે. જેનાં લીધે સ્વભાવ માં ચીડીયાપણું આવે છે. જે રોજબરોજ ની ધટનાઓ સમજવા માં ખુબ જ ઉપયોગી નીવડશે.






(12) મૂલ્યાંકન અને પરિણામ :- આ પ્રવૃત્તિ ને અંતે બાળકો જે શીખવા અને સમજવા તેનો એક ટેસ્ટ MCQ આધારિત લેવામાં આવ્યો. જેમાં 20 બાળકો એ ભાગ લીધો હતો. કસોટી પત્રમાં કુલ 25 પ્રશ્નો કાઢવામાં આવ્યા હતા. તથા મૌખીક પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી. તેમાં ખૂબ જ અસરકારક પરિણામ જોવા મળેલ છે. મોટાભાગના બાળકો એ MCQ અને મૌખિક કસોટી નાં સાચા જવાબ આપ્યા. કુલ 16 બાળકો એ ખૂબ જ સારા જવાબ આપેલ છે. જે ખૂબ સારી બાબત છે. પ્રોજેક્ટ થી બાળકો નાં જ્ઞાનમાં ધણો અને નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. આ પ્રવૃત્તિ ને અંતે બાળકો જે શીખવા અને સમજવા તેનો એક ટેસ્ટ MCQ આધારિત લેવામાં આવ્યો જેમાં 16 બાળકો એ ભાગ લીધો હતો તેનાં પણ ઉત્તમ પરિણામ જોવા મળેલ છે.








(13) ચિંતન :- આ પ્રોજેક્ટ કરાવવા પાછળ નું કારણ એ હતું કે જ્યારે પહેલા બાળકો ને સામાજિક વિજ્ઞાન વિષય માં પર્યાવરણીય પ્રદુષણ એકમ માં પ્રદુષણ ની સજીવ સૃષ્ટિ પર થતી અસરો ને સમજાવવા માં બાળકો ને મુશ્કેલી પડતી હતી નિરસ થઈને ભણતાં હતાં પરંતુ આ પ્રોજેક્ટ કરી ચાર્ટ બનાવવામાં આવ્યા. બાળકો દ્વારા પ્રદુષણ નાં પ્રકારો જાતે સમજવાં લાગ્યા ત્યારે બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પહેલા બાળકો જવાબ આપવામાં પણ ભૂલો કરતાં હતાં પરંતુ આ પ્રોજેક્ટ કર્યા બાદ બાળકો માં ખુબ સુંદર ફેરફારો જોવા મળેલ છે. લગભગ 20 માંથી 16 બાળકો ખુબ સરસ જવાબ આપી શકે છે.





No comments:

Post a Comment

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...