POEM OF SAMARTH ONLINE PROFESSIONAL DEVELOPMENT OF TEACHER


SAMARTH ONLINE PROFESSIONAL DEVELOPMENT OF TEACHER POEM


Juniakholprimary4556@gmail.com

સમર્થ કાવ્ય

પ્રજ્ઞા વર્ગમાં ભણાવતા શિક્ષિકા મીનાબેન પટેલ દ્વારા સ્વરચિત “સમર્થ કાવ્ય” અહી આપના માટે રજુ કરી રહ્યા છીએ. આ કાવ્ય તેમના દ્વારા 07/10/2019 નાં રોજ “SAMARTH PRAGNA” FACEBOOK ગ્રુપમાં શેર કરવામાં આવ્યું હતું. મીના બેન દ્વારા રચાયેલુ કાવ્ય શિક્ષકો માટે ઉત્સાહ અને આનંદનો અનુભવ કરાવનારું છે.
Facebook Link: http://bit.ly/meenaben
સમર્થ
હા, હું સમર્થ છું,
મારા પ્રત્યેક બાળકો માટે
હું સમર્થ છું.
હું મારા શિષ્યો ને
કલ્પનાની પાંખે ઉડાન ભરાવવા,
આકાશ આંબી પરગ્રહે પહોંચાડવા,
વાદળના પાના ખોલી ગણિત શોધાવવા
હા, હું સમર્થ છું.
સર્જન ની શક્યતાને સીંચવી,
વિદ્યાનો વિશ્વ પ્રવાસી બનાવી,
વિશ્વ દર્શનની સહેલ કરાવવા
હા, હું સમર્થ છું.
સત્ય અહિંસાના પાઠ ભણાવી,
શ્રેષ્ઠ નાગરિકનું સર્જન કરવા,
વિદ્યાસાગર માં ડૂબકી મરાવી,
જ્ઞાનના ઝરણે ભીંજવવા
હા, હું સમર્થ છું.
પાયાના ચણતરથી લઇ,
શ્રેષ્ઠ વ્યક્તિત્વ સાર્થક કરાવવા,
કક્કાના ' ક 'લઇ,
અનંત જ્ઞાને વિહરાવવા
હા, હું સમર્થ છું.
અવરોધોને આંબી,
સ્વપ્ન પૂર્ણ કરાવવા,
શ્રેષ્ઠ વિદ્યાનો અર્થી બનાવવા
હા, હું સમર્થ છું.

હા, હું સમર્થ છું,
હા, એટલે જ હું સમર્થ પ્રજ્ઞા શિક્ષક છું.


No comments:

Post a Comment

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...