Juniakholprimary4556@gmail.com
SOCIAL SCIENCE PROJECT
સમર્થ તાલીમ માટે પ્રોજેક્ટ વર્ક
(1) પ્રોજેક્ટ નું નામ:- ચાલો અદાલત સમજીએ
(2) આ પ્રોજેક્ટ કયા દ્યોરણ નો છે? :- 7
(3) આ પ્રોજેક્ટ કયા વિષય પર છે? :- વિવિધ સ્તરે અદાલતો નાં પ્રકાર
(4) સત્ર:- 2
(5) એકમ:- અદાલતો શા માટે?
(6) કેટલા બાળકો સાથે આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે?:- 9
(7) કુમાર:- 6
(8)કન્યા:- 3
(9)આ પ્રોજેક્ટ બાળકો માં કઈ અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરવા માટે કરવામાં આવ્યો? :- વિવિધ અદાલતો અને તેનાં કાર્ય જણાવી શકશે.
(10) ધ્યેય:- ચાલો અદાલત સમજીએ પ્રોજેક્ટ અંતર્ગત બાળકો અદાલતો વિશે જાણે આપણી જે ન્યાયતંત્ર ની વ્યવસ્થા છે તેને ઓળખે.
જુદા જુદા સ્તરે જે અદાલતો ચાલે છે જેમ કે તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત, સર્વોચ્ચ અદાલત વિશે સમજે.તથા તાલુકા અને જિલ્લા અદાલત માં ચાલતા દિવાની દાવા અને ફોજદારી દાવા વિશે સમજે કે જેથી ભવિષ્યમાં તેને તે માહિતી ઉપયોગી થઈ પડે.
(11) પ્રવૃતિ નું વિગતવાર વર્ણન:- આ પ્રવૃત્તિ અંતર્ગત શાળા માં ભણાવતી વખતે ચાર્ટ બનાવવામાં આવ્યા.જેમાં તાલુકા અદાલતો અને જુદા જુદા સ્તર ની અદાલત નાં ચિત્રો મુકી લખાણ લખવામાં આવ્યું. અદાલત માં જુદા જુદા જે શબ્દો નો ઉપયોગ થાય છે તેની યાદી બનાવવામાં આવી તથા રૂબરૂ બાળકોને ખંભાત તાલુકાની અદાલત માં લઈ જઈ પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું. અદાલત માં વકીલો મારફતે પણ બાળકો ને ખુબ સરસ અદાલત વિશે સમજ આપવામાં આવી. દિવાની દાવા, ફોજદારી દાવા વિશે સવિશેષ સમજ આપી.શાળા માં પણ એક નાનું નાટક રજૂ કરવામાં આવ્યું. જેમાં ગંગાબા નાં ખેતર વિશે સમજ આપી.
(12) મૂલ્યાંકન અને પરિણામ:- આ પ્રવૃત્તિ ને અંતે બાળકો જે શીખવા અને સમજવા તેનો એક ટેસ્ટ MCQ આધારિત લેવામાં આવ્યો. જેમાં 9 બાળકો એ ભાગ લીધો આ કસોટી પત્રમાં કુલ 25 પ્રશ્નો કાઢવામાં આવ્યા હતા. તથા મૌખીક પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી, તેમાં ખુબ અસરકારક પરિણામ જોવા મળેલ છે. મોટાભાગના બાળકોએ MCQ તથા મૌખીક કસોટી નાં સાચા જવાબ આપ્યા, કુલ 7 બાળકોએ ખુબ જ સારા જવાબ આપેલ છે. જે ખુબ જ સારી બાબત છે. પ્રોજેક્ટ થી બાળકો નાં જ્ઞાનમાં ધણો અને નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
(13) ચિંતન:- આ પ્રોજેક્ટ કરાવવા પાછળ નું કારણ એ હતું કે, પહેલાં જ્યારે શાળા માં અદાલત વિશે એકમ ભણાવવા માં આવ્યો ત્યારે બાળકો નિરસ થઈને ભણતાં હતાં. પરંતુ આ પ્રોજેક્ટ કરી ચાર્ટ બનાવવામાં આવ્યા, બાળકો દ્વારા નાટક કરાવવા માં આવ્યું, બાળકો ને પ્રોજેક્ટ બનાવવામાં ભાગીદાર બનાવવામાં આવ્યા ત્યારે બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પહેલાં બાળકો જવાબ આપવામાં પણ ભૂલો કરતાં હતાં પરંતુ આ પ્રોજેક્ટ કર્યા બાદ બાળકો માં ખુબ સુંદર ફેરફાર જોવા મળ્યો છે. લગભગ 9 માંથી 7 બાળકો ખુબ સરસ જવાબો આપી શકે છે.
GREAT WORK
ReplyDelete