*હું પુરાયો આ દેહમાં પણ, આ દેહ મારૂં ઘર નથી,કરેલા કર્મોની કેદ છે આ, કેદ મારી આ કાયમ નથી.*
*છતાં કર્મોના છે બંધન, કર્મ વિના એ છુટતાં નથી,કર્મો થકી જ કપાશે આ બંધન,કર્મ વિના હવે છુટકો નથી.*
*કર્મો પણ સમજીને કરવા,માનવ દેહ વારંવાર નથી,ફરજ બજાવે સૌ નેકીથી, ફરજ વિના અહીં મુક્તિ નથી.*
*પતિ પત્નિ બાળકો આ વૈભવ,ક્ષણિક છે ચિર સ્થાઇ નથી,હું આત્મા બસ અજર અમર છું,મોહ રાખવા જેવું કંઇજ નથી.*
*ફરજ મુકી હું થાઉં વૈરાગી,વૈરાગે મુક્તિની ખાત્રી નથી,મુક્તિ મળશે સદ્કાર્યોથી,ગુરૂ વિના સદ્કાર્ય નથી.*
*ગુરૂ છે એજ અક્ષર બ્રહ્મ છે,હું પણ સામાન્ય જીવ નથી,મુક્તિ કાજે પુરાયો આ દેહમાં,હું પણ અક્ષરથી કમ નથી.*
*ગુરૂ ચિંધ્યા માર્ગે હું ચાલું, આ રસ્તે કોઇ જોખમ નથી,ગુરૂ મળ્યા મને અક્ષર બનાવશે, ગુરૂશક્તિ વિના મુક્તિ નથી.*

No comments:
Post a Comment