https://youtu.be/Zoz_C3gnKRA
https://youtu.be/Fy-BwPRhRMw
સમર્થ તાલીમ માટે પ્રોજેક્ટ વર્ક
(1) પ્રોજેક્ટ નું નામ :- સંતતિ નું લિંગ નિશ્ર્ચયન કેવી રીતે થાય છે? છોકરો કે છોકરી?
(2) આ પ્રોજેક્ટ કયા દ્યોરણ નો છે? :- 8
(3) આ પ્રોજેક્ટ કયા વિષય પર છે? :- વિજ્ઞાન અને ટેકનોલોજી.
(4) સત્ર :- 2
(5) એકમ :- તરૂણાવસ્થા તરફ.
(6) કેટલા બાળકો સાથે આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે? :- 6
(7) કુમાર :- 3
(8) કન્યા :- 3
(9) આ પ્રોજેક્ટ બાળક માં કઈ અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરવા માટે કરવામાં આવ્યો છે ? :- સંતતિ નું લિંગ નિશ્ર્ચયન કેવી રીતે થાય? છોકરો કે છોકરી? તે વિશે જાણે.
તરૂણાવસ્થા તરફ એકમ ની વૈજ્ઞાનિક તથા વિસ્તૃતરીતે જાણે.
(10) ધ્યેય :- વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 8 સત્ર 2 માં સમાવિષ્ટ એકમ 10 તરૂણાવસ્થા તરફ માં વિધાર્થીઓ સંતતિ નું લિંગ નિશ્ર્ચયન કેવી રીતે થાય છે? છોકરો કે છોકરી? તેની વિસ્તૃત વૈજ્ઞાનિક માહિતી મેળવી તેનાં ભાવિ જીવન માં વૈજ્ઞાનિક અભિગમ ને અપનાવે.
(11) પ્રવૃતિ નું વિગતવાર વર્ણન :- આ પ્રવૃત્તિ શાળા માં ભણાવતી વખતે ચાર્ટ બનાવવામાં આવ્યા. જેમાં વિધાર્થીઓ ને એકમ માં સમાવિષ્ટ વિષયવસ્તુ ની સૈધ્ધાંતિક સમજ આપવામાં આવી. તથા તેની સમજૂતી માટે યુ-ટ્યુબ માં વિવિધ એનિમેશન શૈક્ષણિક વિડિયો નિદર્શન દ્વારા વિસ્તૃત માહિતી આપવામા આવી. આ પ્રવૃત્તિ સમજાવવા માટે બાળકો ને શાળા માં શૈક્ષણિક ટી.એલ.એમ. દ્વારા પણ વિધાર્થીઓ ને સંતતિ નું લિંગ નિશ્ર્ચયન કેવી રીતે થાય છે? છોકરો કે છોકરી? તે સમજાવવા માટે મનુષ્ય માં નર પ્રજનન તંત્ર તથા માદા પ્રજનન તંત્ર ની રચના ની વિસ્તૃત સમજ આપવામાં આવી. મનુષ્ય માં યુગ્મનજ નું નિર્માણ, તથા XX માદા રંગસૂત્ર, અને XY નર રંગસૂત્ર ની સમજ શૈક્ષણિક ટી.એલ.એમ. તથા એનિમેશન વિડીયો વડે આપવામાં આવી. સંતતિ નું લિંગ નિશ્ર્ચયન કેવી રીતે થાય છે? છોકરો કે છોકરી? તેનું વિસ્તૃત માહિતી આપી તેનાં મુલ્યાંકન માટે વિધાર્થીઓ દ્વારા વિવિધ શૈક્ષણિક ટી.એલ.એમ. અને ચાર્ટ બનાવવામાં આવ્યા જેમાં બધા જ વિદ્યાર્થીઓએ ખુબ જ સરસ રીતે કાર્ય કરેલ.
(12) મૂલ્યાંકન અને પરિણામ :- આ પ્રવૃત્તિ ને અંતે બાળકો જે શીખવા અને સમજવા તેનો એક ટેસ્ટ MCQ આધારિત લેવામાં આવ્યો. જેમાં 4 બાળકો એ ભાગ લીધો હતો. કસોટી પત્રમાં કુલ 25 પ્રશ્નો કાઢવામાં આવ્યા હતા. તથા મૌખીક પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી. તથા વિધાર્થીઓ ને શૈક્ષણિક ટી.એલ.એમ. નિર્માણ નું કાર્ય પણ આપેલ. તેમાં ખૂબ જ અસરકારક પરિણામ જોવા મળેલ છે. મોટાભાગના બાળકો એ MCQ અને મૌખિક કસોટી નાં સાચા જવાબ આપ્યા. કુલ 4 બાળકો એ ખૂબ જ સારા જવાબ આપેલ છે. તથા ઉત્કૃષ્ટ શૈક્ષણિક ટી.એલ.એમ પણ બનાવેલ તથા તે શૈક્ષણિક ટી.એલ.એમ ને સરસ રીતે વિધાર્થીઓ સમજૂતી પણ આપેલ. જે ખૂબ સારી બાબત છે. પ્રોજેક્ટ થી બાળકો નાં જ્ઞાનમાં ધણો અને નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. આ પ્રવૃત્તિ ને અંતે બાળકો જે શીખવા અને સમજવા તેનો એક ટેસ્ટ MCQ આધારિત લેવામાં આવ્યો જેમાં 4 બાળકો એ ભાગ લીધો હતો તેનાં પણ ઉત્તમ પરિણામ જોવા મળેલ છે.
(13) ચિંતન :- આ પ્રોજેક્ટ કરાવવા પાછળ નું કારણ એ હતું કે જ્યારે પહેલા બાળકો ને વિજ્ઞાન વિષય માં તરૂણાવસ્થા તરફ એકમ માં સંતતિ નું લિંગ નિશ્ર્ચયન કેવી રીતે થાય છે? છોકરો કે છોકરી?સમજાવવા માં બાળકો ને મુશ્કેલી પડતી હતી તથા શરમ,સંકોચ નો અનુભવ કરતાં હતાં તથા નિરસ થઈને ભણતાં હતાં પરંતુ આ પ્રોજેક્ટ કરી ચાર્ટ બનાવવામાં આવ્યા. બાળકો દ્વારા સંતતિ નું લિંગ નિશ્ર્ચયન કેવી રીતે થાય છે? છોકરો કે છોકરી? જાતે સમજવાં લાગ્યા ત્યારે બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પહેલા બાળકો જવાબ આપવામાં પણ ભૂલો કરતાં હતાં પરંતુ આ પ્રોજેક્ટ કર્યા બાદ બાળકો માં ખુબ સુંદર ફેરફારો જોવા મળેલ છે. લગભગ 6 માંથી 4 બાળકો ખુબ સરસ જવાબ આપી શકે છે.
No comments:
Post a Comment