ઠંડી ચાલતી ઠંડી દોડતી

ઠંડી ચાલતી ઠંડી દોડતી ઠંડી પાછી અથડાતી ;
ઠંડી નાચતી ઠંડી કૂદતી ઠંડી પાછી પછડાતી.
                   
                     ઠંડી થરથર કાંપતી
                     ઠંડી તાપણે તાપતી ,

ઠંડી પાછી મફલર, મોજા, સ્વેટર, ગોદડામાં સંતાતી ,
ઠંડી સુરજ કિરણને જોઇને ઝગમગ ઝગમગ હરખાતી.
                   
ઠંડી કેટલી વાતી ?
                     ઠંડી ગીતો ગાતી .

ઠંડી ચાલતી ઠંડી દોડતી ઠંડી પાછી અથડાતી ;
ઠંડી નાચતી ઠંડી કૂદતી ઠંડી પાછી પછડાતી.

કવિ જલરૂપ
મોરબી.

No comments:

Post a Comment

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...