દિવ્યાંગ (અક્ષમ) વ્યક્તિઓના અધિકારઅધિનિયમ, 2016
તમે બધા જ શિક્ષણના અધિકાર અધિનિયમ અને તમારી શાળાઓમાં તેના અમલથી પરિચિત હશો. હવે આપણે નીતિ માળખા, “વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના અધિકાર માટેનો કાયદો ૨૦૧૬” , ૨૦૧૬ (આર.પી.ડબ્લ્યુ.ડી. એક્ટ ૨૦૧૬) તરફ વળીએ, જે વિકલાંગતા સંબંધિત ક્રિયાઓને માર્ગદર્શન આપે છે. કાયદાના વિવિધ જોગવાઈઓની વિગતવાર સૂચિ માટે મહેરબાની કરીને "સમાવેશી શિક્ષણ: શિક્ષક સજજતા મોડ્યુલ: ૨૦૧૮-૧૯" ના પાનાં ૯૬-૧૧૭ જુઓ.
દિવ્યાંગ લોકોના અધિકારો પરની સંયુક્ત રાષ્ટ્રની સમજૂતીને લાગુ કરવા માટે ભારતમાં આર.પી.ડબ્લ્યુ.ડી. એક્ટ ૨૦૧૬ અમલમાં મૂકાયો છે. આ કાયદો વિકલાંગ વ્યક્તિઓ માટે ઇચ્છિત રાષ્ટ્રીય પ્રતિસાદનાં ઘણાં પાસાંઓને આવરી લે છે, પરંતુ તે શાળાઓ અને શાળા-શિક્ષણ માટે ખાસ સુસંગતતા ધરાવે છે કારણ કે તે દિવ્યાંગ બાળકો સાથેના વ્યવહારને આવરી લે છે. આર.પી.ડબ્લ્યુ.ડી. એક્ટ અપેક્ષા રાખે છે કે દિવ્યાંગ બાળકોને ખાસ જરૂરિયાતો હશે. આ વિશેષ જરૂરિયાતો શું હોઈ શકે તે સમજવા માટે, આપણે સમજવું જરૂરી છે કે આ કાયદો વિકલાંગતાની શું વ્યાખ્યા કરે છે. એક્ટના પ્રકરણ ૧ ની કલમ “s” (એસ) જણાવે છે (પાનું ૩): "વિકલાંગતા (દિવ્યાંગતા) ધરાવતી વ્યક્તિ" નો અર્થ એ છે કે લાંબા ગાળાની શારીરિક, માનસિક, બૌદ્ધિક અથવા સંવેદનાત્મક વિકલાંગતા ધરાવતી વ્યક્તિ, જે (વિકલાંગતા પરિસ્થિતિના) અવરોધો સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે, અને આ વિકલાંગતા સમાજમાં તેમની સમાન, સંપૂર્ણ અને અસરકારક ભાગીદારીને અટકાવે છે."
આ વ્યાખ્યામાં શબ્દોને ઊંડાણમાં સમજવાથી દિવ્યાંગ બાળકો સાથે વ્યવહાર કરવામાં રહેલા પડકારોને સમજવામાં મદદ મળશે. એક્ટના અંતમાં એકવીસ સ્પષ્ટ નિશ્ચિત દિવ્યાંગતાઓની સૂચિ આપી છે. નિશ્ચિત દિવ્યાંગતાઓની વિસ્તૃત સૂચિ માટે "સમાવેશી શિક્ષણ: શિક્ષક સજ્જતા મોડ્યુલ: ૨૦૧૮-૧૯" ના પાનાં ૮૮-૯૫ જુઓ.
પ્રથમ, "લાંબા ગાળાની શારિરીક, માનસિક, બૌદ્ધિક અથવા સંવેદનાત્મક અક્ષમતા" જેનાથી દિવ્યાંગ બાળક પીડાય છે.
બીજું, જ્યારે બાળક વ્યવહાર કરતી વખતે અવરોધો અનુભવે ત્યારે ક્ષતિઓ વિકલાંગતામાં પરિવર્તિત થાય છે. આ અધિનિયમનું પ્રકરણ ૧ ની આઇટમ (સી) નીચે મુજબ અવરોધોની વ્યાખ્યા આપે છે:
"(સી) "અવરોધો" એટલે સંચાર-સંબંધી(કોમ્યુનિકેશનલ), સાંસ્કૃતિક, આર્થિક, પર્યાવરણીય, સંસ્થાકીય, રાજકીય, સામાજિક, અનુકૂળ અથવા માળખાગત પરિબળો સહિતના કોઈપણ પરિબળો જે સમાજમાં દિવ્યાંગ લોકોની સંપૂર્ણ અને અસરકારક સહભાગીતાને અડચણરૂપ બને છે."
કૃપા કરીને નોંધો કે શૈક્ષણિક પ્રવૃત્તિઓના સંદર્ભમાં પરિબળોની આ સૂચિમાં ચીજ-વસ્તુઓ, ક્રિયાઓ અને વર્તણૂંકનો એક મોટો સમૂહ શામેલ છે. ઉદાહરણ તરીકે, "સાંભળવાની મુશ્કેલી" હોય તેવું બાળક, જો શિક્ષકથી દૂરથી બેઠું હોય તો અક્ષમતાનો અનુભવ થાય. પણ તે બાળક આગળની હરોળમાં બેઠું હોય અથવા શિક્ષક મોટેથી વાત કરતા હોય તે અક્ષમતાનો અનુભવ ઓછો કે નહીવત થઇ શકે છે. પરંતુ જ્યારે શીખવાની અક્ષમતાની પરિસ્થિતિમાં વર્તણૂંક અથવા સંચાર અવરોધોની અસર વધી શકે છે, જેમ બાળકના સહાધ્યાયીઓ(કેટલીકવાર, શિક્ષક સહિત) સાથેની વાતચીત અને વર્તણુંકમાં ઘણી વખત જોવામાં આવે છે.
ત્રીજું, વ્યાખ્યા "સંપૂર્ણ અને અસરકારક ભાગીદારી" ના મહત્વ પર ભાર મૂકે છે. આ દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણના સિદ્ધાંતોમાંથી એક છે. સિદ્ધાંતોની સંપૂર્ણ સૂચિ નીચે પ્રમાણે છે (અધિનિયમ પૃષ્ઠ ૧-૨):
(એ) સ્વાભાવિક આત્મ-સન્માન અને વ્યક્તિગત સ્વાયત્તતા માટેનો આદર, જેમાં વ્યક્તિની પોતાની અંગત પસંદગીઓ કરવા માટે સ્વતંત્રતાનો સમાવેશ થાય છે;
(બી) કોઈ ભેદભાવ નહીં;
(સી) સમાજમાં સંપૂર્ણ અને અસરકારક ભાગીદારી અને સમાવેશ;
(ડી) મતભેદોનો આદર કરવો અને માનવ વિવિધતા અને માનવતાના એક ભાગ તરીકે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની સ્વીકૃતિ;
(ઇ) તક(અવસર)ની સમાનતા;
(એફ) સુલભતા(ઍક્સેસિબિલિટી);
(જી) પુરુષ અને સ્ત્રી વચ્ચે સમાનતા;
(એચ) વિકલાંગતા ધરાવતા બાળકોમાં ઉભરતી ક્ષમતાને આદર અને વિકલાંગતા ધરાવતા બાળકોની ઓળખનું જતન કરવા તેમના અધિકારો માટે આદર;
વિકલાંગતાની વ્યાખ્યા વિકલાંગતાના પ્રમાણ ઉપર પણઆધારિત છે.
(આર) "બેંચમાર્ક વિકલાંગતા સાથેની વ્યક્તિ" એટલે નિર્દિષ્ટ વિકલાંગતાની ૪૦% કરતાં ઓછી નહીં ધરાવતી વ્યક્તિ. જ્યાં નિર્દિષ્ટ દિવ્યાંગતાને માપી શકાય તેવા સ્વરૂપોમાં વ્યાખ્યા કરવામાં આવી નથી, અને જ્યાં નિર્દિષ્ટ વિકલાંગતાને માપવા યોગ્ય સ્થિતિ હોય તે બંને પરિસ્થિતિને આવરી લેવામાં આવે છે અને પ્રમાણિત અધિકારી દ્વારા વ્યક્તિને પ્રમાણિત કરવામાં આવે છે". જ્યારે નિષ્ણાત દ્વારા મૂલ્યાંકન અને પ્રમાણિત કરવામાં આવે છે, ત્યારે દિવ્યાંગતાના બેંચમાર્કિંગ માટે વિગતવાર માર્ગદર્શિકા પ્રકાશિત કરવામાં આવી છે અને નીચે આપેલી લિંક પર સોફ્ટ કોપી સંસ્કરણમાં ઉપલબ્ધ છે:
http://disabilityaffairs.gov.in/upload/uploadfiles/files/Guidelines%20notification_04_01_2018.pdf
આ કાયદો માન્ય કરે છે કે બેન્ચમાર્ક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને વધારે મદદની જરૂર હશે અને ખાસ કરીને આ જરૂરતને ધ્યાનમાં રાખીને કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. પ્રકરણ 3 દિવ્યાંગતાવાળા બાળકોનાં શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મુખ્ય જોગવાઈઓ, વિસ્તારથી નીચે રજૂ કરી છે.
(i) ભેદભાવ વગર તેમને પ્રવેશ આપો અને રમતો અને મનોરંજક પ્રવૃત્તિઓ માટે સમાન શિક્ષણ અને અન્ય તકો સાથે પૂરી પાડો.
આ જોગવાઈનો અર્થ એ છે કે સરકાર દ્વારા સહાયિત શાળા બાળકની વિકલાંગતાના આધારે પ્રવેશ નકારી શકે નહીં, અને તે શિક્ષણ અને સંબંધિત પ્રવૃત્તિઓ પ્રદાન કરવાની પ્રક્રિયામાં ભેદભાવ પણ કરી શકશે નહીં.
(ii) મકાન, કેમ્પસ અને વિવિધ સુવિધાઓ સુલભ બનાવવી
બાળક માટે વર્ગખંડ, આરામ-ખંડ અને અન્ય સુવિધાઓ સુલભહોવી જોઈએ. કેટલીકવાર આ માળખામાં ફેરફારની જરૂર પડીશકે. ઉદાહરણ તરીકે, જો બાળક શારિરીક રીતે અશક્ત હોયઅને વર્ગખંડ સુધી પહોંચવા માટે સીડી ઉપર ચડી શકવામાંઅસમર્થ હોય, તો ગ્રાઉન્ડ ફ્લોર પર વર્ગખંડનો ઉપયોગ કરવોજોઈએ અથવા પ્રથમ ફ્લોર ક્લાસમાં પહોંચવા યોગ્યઢાળવાળો-સરળ માર્ગ બનાવવો જોઈએ.
(iii) વ્યક્તિની આવશ્યકતાઓ અનુસાર વ્યાજબી રહેઠાણ પ્રદાન કરો.
(iv) સંપૂર્ણ સમાવેશી લક્ષ્ય સાથે સુસંગત શૈક્ષણિક અને સામાજિક વિકાસને મહત્તમ બનાવતા વાતાવરણમાં, વ્યક્તિગત કે અન્યથા, આવશ્યક મદદની સગવડ કરો.
આ જરૂરી મદદ/ટેકો આપવા, બાળક અને શાળાના ચોક્કસસંદર્ભ પર આધાર રાખીને, સંખ્યાબંધ વસ્તુઓ થઈ શકે છે. પાછળથી આ કાર્યક્રમમાં તમે કેટલાક કેસ સ્ટડીઝ વાંચશો જેમાંજરૂરી ટેકા કે મદદનો અર્થ સ્પષ્ટ થઈ જશે. એવું જોવામાં આવ્યુંછે કે આ ટેકો, ઘણીવાર શિક્ષક અથવા મુખ્ય-શિક્ષક તરફથીઆવે, તો તે પ્રક્રિયાને વધારે અસરકારક કરે છે જેના દ્વારા અક્ષમબાળક શાળામાં વધુ સંપૂર્ણ અને અસરકારક રીતે ભાગ લઈ શકેછે. આ મદદ કે ટેકો આપવાની પદ્ધતિ કે રીત, નિશ્ચિત સંદર્ભમાંએક મોટો બદલાવ લાવી શકે છે અને તેથી સર્જનાત્મકતા અનેનવીનતાઓ માટે અવકાશ ઉભો કરે છે.
(v) જે વ્યક્તિઓ અંધ અથવા બહેરા અથવા બન્ને છે તેમના માટે યોગ્ય ભાષા અને સંચારના માધ્યમો તથા પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે તેની ખાતરી કરો.
ઉલ્લેખિત ક્ષતિઓ માટે આ એક ચોક્કસ સમર્થન છે. બ્રેઇલમાંલખેલી પુસ્તકોનો ઉપયોગ આવી મદદ એક ઉદાહરણ છે.
(vi) બાળકોમાં શિક્ષણની અસમર્થતાને બને તેટલું જલ્દી શોધી કાઢો અને તેમને દૂર કરવા માટેના શૈક્ષણિક યોગ્ય અને અન્ય પગલાં લો
આ કાયદામાં આ એક મહત્વપૂર્ણ જોગવાઈ છે અને કેટલાકપુરાવા છે કે વિકલાંગતાની પ્રારંભિક ઓળખાણથી ઉપચારનીક્રિયાઓ ઘણી વખત સરળ બને છે. મહેરબાની કરીને નોંધ કરો કેઆ કાયદા મુજબ શૈક્ષણિક સંસ્થાઓને "નિશ્ચિત શીખવાનીઅક્ષમતાને બને તેટલું વહેલાં શોધી કાઢવાની" આવશ્યકતા છે. આમ, પ્રાથમિક શિક્ષણ પ્રણાલી માટે તેનો અર્થ એ કે વર્ગ ૧માંબાળકના પ્રવેશ પછી તરત જ આ ઓળખવાની પ્રક્રિયા થાય. અગાઉ જણાવ્યું હતું કે, પ્રમાણપત્ર ન હોય તો પહેલેથી જ ઉપલબ્ધ વિકલાંગતાના માપદંડ(બેંચમાર્કિંગ) માટે માર્ગદર્શિકાનો ઉપયોગ વિકલાંગતાના પ્રમાણની પ્રારંભિક સમજણ મેળવવા માટે થઈ શકે છે. આ ઉપરાંત, બાળકની વિકલાંગતાનો ઇતિહાસ તેમજ પરિવારના અન્ય સભ્યો જો વિકલાંગતાનો ભોગ બનેલા હોય અથવા પીડાતા હોય તેવા કૌટુંબિક ઇતિહાસને સમજવામાં તે બાળકની સાથે સંકળાયેલા આંગણવાડી કર્મચારીઓ સાથેનું સંકલન મદદરૂપ થશે.
(vii) વિકલાંગતા (દિવ્યાંગતા) ધરાવતા પ્રત્યેક વિદ્યાર્થીના સંબંધમાં સહભાગિતા માટે, ઉપલબ્ધતાના આધારે કે સ્તરે પ્રગતિ માટે અને શિક્ષણ પૂર્ણ થાય, તેને માટે દેખરેખ રાખવી.
આ જોગવાઈ સમજવામાં સરળ છે. જો કે, દેખરેખ સામાન્ય રીતેએક શિક્ષક પર આધાર રાખે છે. ઘણી વખત, જો શિક્ષકનીબદલી થાય અથવા બાળક શાળામાં ફેરફાર કરે, તો દેખરેખમાંભંગાણ પડે છે. વિશિષ્ટ દિવ્યાંગ બાળક માટે કેટલાક સરળસૂચકાંકો ઓળખીને દેખરેખ રેકોર્ડ કરી શકાય છે અને આવા રેકોર્ડશિક્ષકો / મુખ્ય-શિક્ષકને ઉપલબ્ધ થઈ શકે છે જેથી તેઓ સમયસાથે પ્રગતિને વધુ સારી રીતે સમજી શકે. ઉપરાંત, ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓના કિસ્સામાં, જ્યાં વિષય આધારિત શિક્ષકની ફાળવણી થાય છે, ત્યાં દિવ્યાંગ બાળકના વર્ગને શિખવતા બધા શિક્ષકોનાં અવલોકનો ભેગાં થઇ શકે છે.
(viii) દિવ્યાંગ બાળકોને અને ઉચ્ચ સપોર્ટ જરૂરિયાતો ધરાવતી બાળકોની સહાયકને પણ વાહનવ્યવહાર સુવિધાઓ પૂરી પાડો.
Accessibility
સુલભતા
Disability
વિકલાંગતા, અસક્ષમતા
Inclusive
સમાવેશી
Impairment
ક્ષતિ
The Rights of Persons With Disabilities Act 2016
વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના અધિકારો માટેનો કાયદો ૨૦૧૬”(આર.પી.ડબ્લ્યુ.ડી. એક્ટ, ૨૦૧૬) (કાયદો, એક્ટ, અધિનિયમ)
Child with disability
દિવ્યાંગ બાળક
CWSN – Child With special Needs
સી.ડબ્લ્યુ.એસ.એન. ખાસ જરૂરીયાતવાળું બાળક

No comments:
Post a Comment