રડવું નહીં ને કકળવું નહીં,
કર જોડી, કરગરવું નહીં.
માંગ્યુ મળશે નહિં,
ને મળશે કદાચ જો, તો પણ ફળશે નહીં.
જશોદા એ જણ્યો ન્હોતો,
તોય એને મળ્યો હતો,
અને રાધા જેને માટે રોઇ,
એજ કાન્હ ને બેસી ખોઈ.
નરસૈંયા ના ભજનો માં,
પીડા નહીં ને ભક્તિ ઘણી,
એટલે જ હંમેશા આતુર મદદે,
આવ્યા હતા અલખધણી.
હસતાં મુખે પીરસી હતી,
વિદુરે એમને ભાજી,
ઠુકરાવી છપ્પન ભોગ દુષ્ટ દુર્યોધનના,
આરોગી કેશવે થઈ રાજી રાજી.
ઝંખ્યો રુક્મિણી એ એને,
ન બની બિચારી, ન થઈ એ પરવશ,
નિભાવ્યો સંગ એ ગોવિંદ વ્હાલા,
ને કયાંક રડતી મીરાં ને વિષ ના પ્યાલા.
એટલે જ કહું છું દોસ્તો,
રડવું નહીં ને ટટળવું પણ નહીં.
કરજોડી ઉભી સખી દ્રૌપદી,
ન કરી આજીજી, ન કરી ભલામણ,
લાજ રહી તેની, ને મળી બીજાઓને શિખામણ.
સ્વપ્ન સેવો જરૂર,
ઝંખના કરો જરૂર,
સતત નિરંતર પ્રયત્ન કરો,
મળશે એ બધું જે હશે ચાહ્યું,
પણ માત્ર,
રોદણાં રોઇ રોઇ ને,
જીતશો પણ નહીં, ને જીવાશે પણ નહીં.
🙏🏼🙏🏼
No comments:
Post a Comment